આતંકવાદની આગને સતત પોષતા રહેલા પાકિસ્તાનને પોતાને હવે આ આગ
દઝાડી રહી છે. અત્યાર સુધી ભારતે આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનની આતંકવાદીઓને આશ્રય
આપવાની નીતિ અંગે વારંવાર ધ્યાન દોર્યું હતું, ત્યારે તેને ગંભીરતા સાથે લેવાયું ન હતું, પણ હવે જ્યારે
પાકિસ્તાને પોતે દૂધ પીવડાવીને ઊછેરેલા સાપ તેને પોતાને ડંખ મારી રહ્યા છે. આતંકવાદના
વૈશ્વિક આંકમાં હવે પાકિસ્તાન સૌથી વધુ પ્રભાવિત દેશ બની ગયો છે. ત્યાં આતંક સતત વધી
રહ્યો છે. ગયાં વર્ષે આતંકી હુમલામાં ભોગ બનેલાઓની સંખ્યામાં 4પ ટકા જેટલો વધારો થયો છે. આવી જ રીતે ત્યાં
આતંકી હુમલાની સંખ્યા 2023માં પ17 હતી, જે 2024માં વધીને 1,099એ આંબી ગઈ છે. પાકિસ્તાન એવો દાવો કરી રહ્યંy છે કે,
પ્રતિબંધિત તહેરીકે તાલિબાન પાકિસ્તાન જેવાં સંગઠનો અફઘાનિસ્તાનમાં રહીને
આતંકી હુમલા કરી રહ્યા છે. સાથોસાથ તેણે હવે બલુચ બળવાખોરોની પાછળ ભારતીય એજન્સીઓનો
હાથ હોવાના આરોપ મૂકવાનું શરૂ કર્યું છે. એક સમય હતો જ્યારે પાકિસ્તાને અફઘાન તાલિબાનને
આશ્રય આપીને અમેરિકાનાં સમર્થન હેઠળની ત્યાંની સરકાર પર હુમલા કરવામાં જરા પણ કસર રાખી
ન હતી. તેની સાથોસાથ ભારતમાં આતંકી હુમલા કરાવવા તેણે જેશ જેવા આતંકી સંગઠનોનો ઉપયોગ
કરવાની નીતિ અપનાવી હતી. હવે બાજી ઊંધી વળી રહી છે. પાકિસ્તાન પોતે આતંકવાદના ખાડામાં ગરકાવ થઈ રહ્યંy છે. આમ છતાં પાકિસ્તાને ભારતને નિશાન બનાવતી
આતંકવાદી પ્રવૃત્તિને રોકવાની જરા પણ તસ્દી લીધી નથી. આવા સંજોગોમાં વાસ્તવિક્તા એ
છે કે, પાકિસ્તાનનું અર્થતંત્ર દેવાળીયું થઈ ગયું છે.
વિદેશી રોકાણ માત્ર ચીન તરફથી આવી રહ્યંy છે, પણ ચીની નાગરિકો
હવે આતંકી હુમલાના નિશાન બની રહ્યા હોવાને લીધે આ રોકાણ પર અવળી અસર પડી રહી છે. આતંકી
સંગઠનો પોતાના વિસ્તારમાં સરકારની હકુમતને સમાંતર પોતાનો દબદબો ચલાવીને વિદેશીઓને અને પૈસાદાર વર્ગને નિશાન બનાવી રહ્યા
હોવાને લીધે અમેરિકા સહિતના દેશોએ તેમના નાગરિકોને પાકિસ્તાન જવા સામે સાવચેત કર્યા
છે. ભારતની સાથોસાથ વિશ્વના અન્ય મોટા આતંકી હુમલાઓમાં પાકિસ્તાની
સામેલગીરી બહાર આવી ચૂકી છે. હવે દુનિયાના દેશોની આંખ ખૂલી રહી છે. હજી ચીન આ મામલે
પાકિસ્તાનની પડખે ઊભું હોવાની છાપ ઉપસી રહી છે. વૈશ્વિક મંચો પર ખાસ તો સંયુક્ત રાષ્ટ્ર
સંઘમાં ચીને પોતાના વિટોના અધિકારનો ઉપયોગ કરીને વારંવાર પાકિસ્તાનનો બચાવ કર્યો છે.
તેને પાકિસ્તાનમાં પોતાનાં રોકાણની ચિંતા અને ભારત વિરોધી વિચારધારાને મદદરૂપ થવાને
લીધે આમ કરવાની જરૂરત જણાતી રહી છે. ખરેખર તો વિશ્વ સમુદાયે પાકિસ્તાનને વાસ્તવિક્તાનું
ભાન કરાવવાની બદલે ચીનને ખરી હકીકત સમજાવીને આતંકવાદની સામે નક્કર પગલાં લેવા વૈશ્વિક
દબાણ ઊભું કરવાની જરૂરત છે.