ભુજ, તા.12 : કચ્છી તસવીરકારની તસવીર નેશનલ
વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન મેગેઝિન `સેંચરી એશિયા'માં ચમકી હતી. જાણીતા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર
તથા કચ્છમિત્રની `આપણા પક્ષીઓ' કોલમના લેખક જયસુખ પારેખ `સુમને'
ચોમાસાં દરમ્યાન કોડકી રોડ પર છાણાના બે પડ વચ્ચે ફૂટી નીકળેલા સાવ નાના
છોડમાં વિકસતા જીવનને પારખી તસવીર લઈ `સેંચરી એશિયા'માં મોકલી હતી. ભારતના વાઈલ્ડલાઈફ
કન્ઝર્વેશન મેગેઝિનમાં `ડર્ટ ઈઝ ઓલરાઈટ' શિર્ષક હેઠળ ફોટો ફિચર વિભાગમાં અન્ય તસવીર
સાથે પ્રકાશિત થઈ હતી. ફોટો ફિચર થીમ પણ સામાન્ય રીતે ઉપેક્ષિત કાદવ, કીચડ, છાણ તથા જમીન લાખો જીવો માટે પોષણ, સંરક્ષણ ગરમી, રહેઠાણનો મુખ્ય ત્રોત છે, તે હતી. પશુ-પક્ષીઓ પણ રેતીમાં આળોટી ને પોતાના શરીર પરના બેકટેરિયાથી મુકત
થાય છે. દેશ-વિદેશના વાઈલ્ડલાઈફ મેગેઝિન્સમાં અવારનવાર શ્રી પારેખની તસવીરો,
આર્ટિકલ્સ પ્રસિદ્ધ થાય છે.