મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 12 : ખોંભડી સ્પોર્ટસ
ક્લબ દ્વારા આયોજિત અખિલ કચ્છ ગ્રામ પંચાયત ડે-નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ સ્વ. વિસાજી
પતુભા જાડેજા સ્મૃતિકપ 2025 અંબાજી ક્રિકેટ
ગ્રાઉન્ડ ખોંભડી (મોટી) ખાતે યોજાઇ હતી. 84 ટીમે ભાગ લીધો હતો, જેમાં રાજવીર ઇલેવન નખત્રાણા તેમજ હરિૐ ઇલેવન રવાપર વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી,
જેમાં રાજવીર ઈલેવન નખત્રાણા વિજેતા બની હતી. વિજેતા ટીમને ટ્રોફી તેમજ
રૂા. 21,000ના દાતા નવુભા જાડેજા તથા ભૂતકાળમાં
ખોંભડી (મોટી)ને જેમણે શૈક્ષણિક કાર્યો સહ રમતગમત ક્ષેત્રે નામના અપાવી હતી એવા સ્વર્ગીય
શિક્ષક અશોક ડી. પટેલની સ્મૃતિમાં જી'નામ ટીમ એન્ડ ગ્રુપ દ્વારા 45 ટી-શર્ટ અને ડ્રેસના સહયોગી દાતા લહેરીકાંત ગરવા ખોંભડી (મોટી), ઘનશ્યામ એસ. ગરવા, અથશ્રી
એન્ટરપ્રાઇઝ નખત્રાણા દ્વારા અપાયા હતા. સહયોગી દાતા તરીકે રનર્સ અપ ટીમને રૂા. 11,000ના દાતા નરપતસિંહ કે. પઢિયાર
(નેત્રા માતાજીના)એ રનર્સ-અપ ટ્રોફીના દાતા
મનસુખભાઇ કે. પટેલ, દાતા સુરુભા
જાડેજા (સરપંચ ટોડિયા) અન્ય ટ્રોફીના દાતા તરીકે સ્વ. રતનગિરિ ગુંસાઇના સ્મરણાર્થે
હ. આનંદગિરિ ગુંસાઇ, ખોંભડી (મોટી) પ. પ્રા. કુમાર શાળા પરિવાર,
રામજી વણકર, ઇમરાન ખલીફા, વૃંદાવન સોસાયટી હ. શક્તિસિંહ એ. જાડેજા, દિલીપસિંહ આઇ.
જાડેજા રહ્યા હતા. હીરાલાલ કાપડી, ઉપસરપંચ કાંતાબેન પટેલ,
ચેરમેન ઘનશ્યાભાઇ, અગ્રણી નવુભા જાડેજા,
દિલીપસિંહ જાડેજા, ટોડિયા સરપંચ સુરુભા જાડેજા,
પાટીદાર અગ્રણી મણિલાલ પટેલ, પ્રદીપ ઠક્કર (રસલિયા),
ભવાન ભાવાણી (રસલિયા), મનસુખ ચવાણ, શાત્રી અશ્વિન જોશી, કાદરછા બાવા સૈયદ, આમધછા બુખારી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલ મેન ઓફ ધ મેચ અકબરભાઇ
સંઘાર, બેસ્ટ બેટસમેન અલ્તાફ નોડે, બેસ્ટ
બોલર દેવભાઇ, મેન ઓફ ધ સિરીઝ મયંક ચાવડા થયા હતા. મુખ્ય આયોજક
જી'નામ ટીમના શક્તિસિંહ અજિતસિંહ જાડેજા, ફકીરમામદ કુંભાર, કરીમ સુમરા, અસલમ
સુમરા, વિજય ભગત, જિતેન્દ્ર પટેલ,
જિજ્ઞેશ પોકાર, રહ્યા હતા. આભારવિધિ પ્રકાશ વાડિયાએ
કરી હતી.