મેલબોર્ન તા.24 : સ્ટાર ટેનિસ ખેલાડી અને વિક્રમી 24 ગ્રાંડસ્લેમ ખિતાબ વિજેતા નોવાક
જોકોવિચને ઓસ્ટ્રેલિયન ઓપન સફરનો દુ:ખદ અંત આવ્યો હતો. આજે જર્મન ખેલાડી અલેકઝાંડર
જવેરેવ વિરૂધ્ધના સેમિ ફાઇનલ મેચમાં પહેલો સેટ ગુમાવ્યા બાદ ઇજાને લીધે તેને મેચમાંથી
હટી જવું પડયું હતું. આથી જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનની બહાર થયો હતો અને જવેરેવ ફાઇનલમાં
પહોંચ્યો હતો. જયાં તેની ટકકર નંબર વન યાનિક સિનર વિરૂધ્ધ થશે. સેમિ ફાઇનલમાં જોકોવિચે
પહેલો સેટ ટાઇબ્રેકરમાં 6-7થી ગુમાવ્યો
હતો. આ પછી પગના સ્નાયૂ ખેંચાઇ જવાથી તેણે મેચ છોડવાનો નિર્ણય લીધો હતો. અલ્કારજ સામજી
કવાર્ટર ફાઇનલ મેચ દરમિયાન જોકોવિચના પગના સ્નાયૂ ખેંચાઇ ગયા હતા. જેનું દર્દ સેમિમાં
વધી ગયું હતું. આથી તેનું ઓસ્ટ્રેલિયન ઓપનનો 11મો અને 2પમો ગ્રાંડસ્લેમ
ખિતાબ જીતવાનું સપનુ તૂટયું હતું. જવેરેવ પહેલીવાર ઓસ્ટ્રેલિયન ઓપનના ફાઇનલમાં પહોંચ્યો
છે. બીજી સેમિ ફાઇનલમાં વિશ્વ નંબર વન ઇટાલીના યાનિક સિનરનો અમેરિકાના વિશ્વ નંબર 21 બેન શેલ્ટોન વિરૂધ્ધ 7-6, 6-2 અને 6-2થી શાનદાર વિજય થયો હતો અને
ફાઇનલમાં જગ્યા બનાવી હતી. સિનર અને જવેરેવ વચ્ચે રવિવારે ફાઇનલ ટકકર થશે.