• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

વિજયપથ પર આગળ વધવાનું ભારતનું લક્ષ્ય

ચેન્નાઇ, તા.24 : ઝડપી બોલર મોહમ્મદ શમીની ફિટનેસને લઇને ચાલી રહેલી ચિંતાનો વચ્ચે ટીમ ઇન્ડિયા શનિવારે ઇંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટી-20 ઇન્ટરનેશનલ મેચ માટે મેદાને પડશે ત્યારે સૂર્યકુમારની ટીમનું એકમાત્ર લક્ષ્ય વિજયક્રમ જાળવી રાખવાનું હશે. બીજી તરફ ઇંગ્લેન્ડ ટીમ પહેલા મેચની કારમી હાર ભૂલીને વાપસી કરવાની કોશિશ કરશે. ભારતનો પહેલી મેચમાં સાત વિકેટે સરળ વિજય થયો હતો. બીજા મેચની ભારતીય ઇલેવનમાં શમી હશે કે નહીં તે નિશ્ચિત નથી. તે જો ફિટ હશે તો લગભગ સવા વર્ષ પછી ટીમ ઇન્ડિયા તરફથી રમતો જોવા મળશે. શમીનો જો ઇલેવનમાં સમાવેશ થશે તો ઓલરાઉન્ડર નીતિશકુમાર રેડ્ડીને બહાર બેસવું પડશે. અહીંના ચેપોક મેદાનની પિચ પર સ્પિન બોલરોને વધુ મદદ મળવાની સંભાવના છે. આથી ભારતની ટીમમાં ફરી એકવાર સ્પિન ત્રિપુટીના રૂપમાં વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઇ જોવા મળશે. જ્યારે ઇંગ્લેન્ડ તરફથી આદિલ રશીદ અને લિયામ લિવિંગસ્ટોન ભારતીય બેટધરો સમક્ષ પડકાર રજૂ કરશે. યુવા સ્પિનર રેહાન અહમદને ઇંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં તક આપી શકે છે. ઇંગ્લેન્ડની સમસ્યા ફિલ સોલ્ટ, ડકેટ, હેરી બ્રુક સહિતના ટોચની હરોળના બેટધરોની નિષ્ફળતા છે. કપ્તાન બટલર કહી ચૂક્યો છે કે અમારો ભારતીય સ્પિનરોનો તોડ શોધવો પડશે. પ્રવાસી ટીમની બોલિંગ પણ પહેલા મેચમાં ચાલી ન હતી. અભિષેક શર્માએ ઇંગ્લેન્ડના એકલા હાથે ઇંગ્લેન્ડના તમામ બોલરને વેરવિખર કરી દીધા હતા.  પાછલી 6 મેચમાં 3 સદી કરનાર સંજૂ સેમસન મોટી ઇનિંગ્સ રમવા માગશે. કપ્તાન સૂર્યકુમાર યાદવ પણ પહેલા મેચની પોતાની નિષ્ફળતા ભૂલી આતશી ઇનિંગ રમવાની કોશિશમાં રહેશે જ્યારે યુવા ઓપનર અભિષેક શર્મા તેનું વિસ્ફોટક ફોર્મ જાળવી રાખવા માગશે. તેણે પહેલા મેચમાં 34 દડામાં 8 છક્કાથી 79 રનની તોફાની ઇનિંગ રમી હતી. મેચ શનિવારે સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે.  ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની પ મેચની ટી-20 શ્રેણીની ત્રીજી મેચ તા. 28મીએ મંગળવારે રાજકોટમાં રમાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd