ગાંધીધામ, તા. 23 :
43મી ઓલ ઈન્ડીયા મેજર પોર્ટ ક્રિકેટ
ટુર્નામેન્ટનો આજથી ગાંધીધામ ખાતે દિનદયાલ
પોર્ટના યજમાન પદે થયો હતો. દેશના 9 મહાબંદરોની ટીમના ખેલાડીઓ વચ્ચે જંગ જામશે. ગોપાલપુરી સ્પોર્ટસ
કોમ્પલેક્ષ ખાતે આયોજીત ટુર્નામેન્ટનો આરભ કરાવતા ડીપીએ ચેરમેન સુશિલકુમાર સિંઘે સૌ
ખેલાડીઓને પોર્ટ પરિવાર વતી આવકારતા જણાવ્યું હતું કે રાષ્ટ્યી ચરિત્રનું નિર્માણ ખેલદીલીની
ભાવનાથી થાય છે. તેમણે વડાપ્રધાનના ખેલોગે
તો ખિલોગેના સ્લોગનને ચરિતાર્થ કરવા સૌ ખેલાડીઓને
હાકલ કરી હતી. ટુર્નામેન્ટ દરમ્યાન એક નવા સબંધનો વિકાસ કરવા અધ્યક્ષે આહવાન કર્યું
હતું. ડી.પી.એના ઉપાધ્યક્ષ નંદીશ શુકલાએ સૌ ખેલાડીઓ સારી યાદ લઈને જાય તેવી શુભેચ્છા
પાઠવી હતી. સ્વાગત પ્રવચન કરતા સચીવ સી.હરીચંદ્રને
અધ્યક્ષ શ્રી સિંઘના નિરંતર પ્રયાસથી આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હોવાનું ઉમેર્યું
હતું. આ ટુર્નામેન્ટમાં વિશાખાપટ્ટન પોર્ટ, પારાદિપ પોર્ટ,
મુંબઈ પોર્ટ,
શ્યામા પ્રસાદ મુખર્જી
પોર્ટ કોલકતા, જવાહરલાલ નહેરૂ પોર્ટ, ચેન્ન્ઈ ર્પોર્ટ, ન્યું મેંગ્લોર પોર્ટ, વી.ઓ. ચીદમ્બરમ પોર્ટ અને યજમાન દિનદયાલ પોર્ટ ની ટીમો ભાગ લઈ રહી છે.
આ વેળાએ મેજર પોર્ટ સ્પોર્ટસ કંટ્રોલ બોર્ડના ધ્વજનું અધ્યક્ષના હસ્તે ફરકાવવામાં આવ્યો હતો. માર્ચ પાસ્ટ
બાદ ખેલાડીઓએ ખેલદીલીની ભાવનાથી રમવા માટેના
શપથ લીધા હતાં. આરંભીક મેચ ડી.પી.એ અને જે.એન.પી.ટી
વચ્ચે રમાડવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા મેજર પોર્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 13 મેચો રમાશે અને 25 તારીખના સેમિફાઇનલ ની બે મેચો
રમાશે અને 26 જાન્યુઆરીના ફાઇનલ મેચ
રમાશે.બીજા મેચ ત્રીજા રેન્ક માટે પણ રમાડવામાં આવશે. ગોપાલપુરીના શ્યામજી કૃષ્ણ વર્મા
પેવેલિયન મા સવારની અને રાતની અને મેઘપર બોરીચીના `કૃષ્ણનમ- ગ્રાઉન્ડમાં બપોરની મેચ રમાશે તેવું અખબારી યાદીમાં
જણાવાયું છે.