કોડાય (તા. માંડવી), તા. 23 : અંજારની નગર
પ્રાથમિક શાળા નંબર-17માં ખેલ મહાકુંભ
3.0ની જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા
યોજાઇ હતી, જેમાં ઝરપરા ગામનો કરણ
મનહર ગઢવીએ અન્ડર-14 અને દેવલબેન
રામભાઇ ગઢવી અન્ડર-14માં ભાગ લીધો
હતો અને બંને બાળકોએ રિધમીક તથા આર્ટીસ્ટીક બંને યોગદાવમાં પ્રથમ સ્થાન નિશ્ચિત કર્યું
છે. સ્પર્ધાના નિર્ણાયક તરીકે વરૂણ પટેલ, મહેશ સોલંકી, જિજ્ઞાસાબેન પટેલ, પઢિયાર બંસીબેન રહ્યા હતા. ઝરપરા શાળાના છાત્ર કરણને તાલીમ આપવામાં એમના જ
કાકા સવરાજ ગોવિંદભાઇ સેડા (ગઢવી)નું યોગદાન છે. જ્યારે દેવલ આર્મી સ્કૂલના વિદ્યાર્થી
છે. એમના યોગ શિક્ષક જાનકીબેન જોષીનો સહયોગ રહ્યો છે.