• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

ફાઇનલમાં સબાલેંકા વિ. મેડિસનની ટક્કર

મેલબોર્ન, તા.23 : વર્ષની પ્રથમ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયા ઓપનના મહિલા સિંગલ્સમાં નંબર વન આર્યના સબાલેંકા અને નંબર 19 મેડિસન કિજ વચ્ચે ટકકર થશે. સબાલેંકા સતત ત્રીજીવાર ફાઇનલમાં પહોંચી છે અને ખિતાબની હેટ્રિકની તક છે. મેડિસન કિજે અપસેટ કરી અપરાજીત ખેલાડી ઇગા સ્વિયાતેક સામે સંઘર્ષપૂર્ણ જીત મેળવી હતી.  આજે રમાયેલી પહેલી સેમિ ફાઇનલ મેચમાં બેલારૂસની વિશ્વ ક્રમાંકની નંબર વન ખેલાડી આર્યના સબાલેંકાનો 11મા નંબરની સ્પેનની પૌલા બડોસા વિરુદ્ધ વર્ચસ્વ સાથે 6-2 અને 6-4થી સંગીન વિજય થયો હતો અને ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સમાં સતત ત્રીજાં વર્ષે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજા સેમિ ફાઇનલમાં વિશ્વ નંબર 2 પોલેન્ડની ઇગા સ્વિયાતેક અને અમેરિકાની અનુભવી ખેલાડી 19મા નંબરની મેડિસન કિજ વચ્ચે રસપ્રદ ટક્કર થઈ હતી. અંતમાં કિજનો પ-7, 6-1 અને 7-6થી વિજય થયો હતો. નિર્ણાયક ટાઇ બ્રેકરમાં મેડિસન કિજ 10-8થી જીત મેળવી ફાઇનલમાં પહોંચી હતી. સ્વિયાતેકે પહેલીવાર ટૂર્નામેન્ટમાં સેટ ગુમાવ્યો હતો અને બહાર થઈ હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd