• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

વાનખેડે સ્ટેડિયમમાં કાંબલી પત્નીના ટેકેટેકે આવ્યો

મુંબઇ, તા. 20: અહીંના વિખ્યાત વાનખેડે સ્ટેડિયમની પ0મી વર્ષગાંઠની ઉજવણી રવિવારે કરાઈ હતી. જેમાં સુનિલ ગાવસ્કર ઉપરાંત સચિન તેંડુલકર અને ટીમ ઇન્ડિયાના કપ્તાન રોહિત શર્મા સહિતના મુંબઇના તમામ જૂના-નવા ક્રિકેટરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન વિનોદ કાંબલી પર તમામની નજર રહી હતી. કેટલીક બીમારીઓ અને યાદદાસ્ત ગુમાવવાને લીધે તેને તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ કરવો પડયો હતો. વાનખેડે સ્ટેડિયમ ખાતે વિનોદ કાંબલી તેની પત્ની એન્ડ્રિયા હેવિટ સાથે આવ્યો હતો. કાંબલી પત્નીના ટેકેટેકે ચાલતો હતો. આ તકે કપ્તાન રોહિત શર્માએ તેના પ્રવચનમાં જણાવ્યું કે તેની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતના વધુ એક જશ્ન માટે વાનખેડે સ્ટેડિયમ પર આવશે. આ માટે ટીમ પૂરી કોશિશ કરશે. ટી-20 વિશ્વ વિજેતા બન્યા પછી ટીમ ઇન્ડિયાનો સન્માન સમારોહ વાનખેડે સ્ટેડિયમ પર યોજાયો હતો. જયારે ગાવસ્કરે કહ્યંy વાનખેડે સ્ટેડિયમ અમારું ઘર છે. અહીં પ્રવેશ કરવા સાથે દિલમાં અલગ લાગણી ઉભી થાય છે. સચિન તેંડુલકર, રવિ શાત્રી, દિલીપ વેંગસરકરે પણ ઉદબોધન કર્યું હતું. તેમના પ્રવચન દરમિયાન કાંબલી તેની પત્ની સાથે બેઠો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd