• શનિવાર, 27 જુલાઈ, 2024

માતૃછાયાના બે છાત્રના પ્રોજેક્ટ રાજ્ય સ્તરે પસંદગી પામ્યા

ભુજ, તા. 21 : દર વર્ષે ધો. 6થી 8 માટે ઇનોવેશન ઈન સાયન્સ પરસ્યુટ ફોર ઇન્સ્પાયર રિસર્ચ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા સ્પર્ધાનું આયોજન થતું હોય છે.  ચાલુ વર્ષે ઇન્સ્પાયર એવોર્ડ માનક-2023 માટે માતૃછાયાના પાંચ વિદ્યાર્થીએ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા. ધો. 8માં અભ્યાસ કરતી પટેલ પલક મિતેષભાઈએ વર્કર્સ હેલ્પેર સ્ટેન્ડ બનાવ્યું હતું, તેને માર્ગદર્શન જીનલબેન ગોરે આપ્યું હતું. પ્રોજેક્ટની રાજ્ય સ્તરે પસંદગી થઈ છે અને રૂા.10,000નું પારિતોષિક મળેલું છે. ધો. 7માં અભ્યાસ કરતા પિત્રોડા હર્ષ દીપકભાઇએ હોમ મેઈડ ગ્લૂ બનાવ્યું હતું, એના પ્રોજેક્ટની પણ રાજ્ય સ્તરે પસંદગી થઈ છે અને રૂા. 10,000નું ઇનામ મેળવેલું છે. તેને માર્ગદર્શન કોમલબેન ગુંસાઈએ આપ્યું હતું. તેમની સિદ્ધિ બદલ  મેનાજિંગ ટ્રસ્ટી મુકેશભાઈ શાહ, ટ્રસ્ટી નલિનીબેન શાહ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે, પ્રાથમિક વિભાગના આચાર્ય પંકજબેન રામાણી અને રાજ્ય સ્તરે પસંદગી પામેલ બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા  છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang