• મંગળવાર, 25 જૂન, 2024

ચુનડી ગામે અદ્યતન ગૌશાળાનું લોકાર્પણ

ચુનડી (તા. ભુજ), તા. 21:  ભુજ તાલુકાના ચુનડી ગામે ગૌલાભાર્થે શ્રી કૃષ્ણ ચરિત્રામૃત પંચાહ્ન પારાયણ અને ગૌશાળાનાં લોકાર્પણ પ્રસંગે સ્વામિનારાયણ મંદિર ભુજના સંતો અને દાતા પરિવાર દ્વારા ગૌશાળાની તકતીનું અનાવરણ કરાયું હતું. પ્રારંભે શિવજીનાં મંદિરથી વાજતે-ગાજતે વિશાળ પોથીયાત્રા લાખિયારદાદા ધામથી થઈને નૂતન ગૌશાળા સુધી નીકળી હતી. જ્યાં સંતો અને દાતા પરિવારના હરખચંદભરાઈ ગંગર, નેમચંદભાઈ ગંગર, જેન્તીભાઈ ગંગર, વિનોદભાઈ ગંગર, જેવંતીબેન, રશ્મિબેન, પ્રેમિલાબેન,  અંજલિબેન, લોપાબેન વગેરેની ઉપસ્થિતિમાં ગૌશાળાનાં પ્રવેશદ્વારનું પૂજન અને તકતી અનાવરણ કરાયું હતું. ગૌલાભાર્થે શ્રી કૃષ્ણ ચરિત્રામૃત પંચાહ્ન પારાયણ કથાનો ભુજ મંદિરના મહંત  .ગુ. સ્વામી ધર્મનંદનદાસસજીની આજ્ઞાથી પ્રારંભ કરાયો હતો. કથાના વકતા સ્વામી શાત્રી ગોલોકવિહારીદાસજીએ જણાવ્યું હતું કે,  ગૌદાન શ્રેષ્ઠ દાન છે અને ચુનડી ગામના દાતા પરિવારના સૌ ભલે મુંબઈ વસતા હોય, પરંતુ તેમનો ગામના વિકાસમાં સિંહફાળો રહેલો હોય છે. અગ્રણી ભરતસિંહ સોલંકીએ દાતા પરિવાર ગ્રામજનોની સુખાકારી માટે હંમેશાં સહયોગી રહેતો હોય છે તેમ જણાવ્યું હતું. મોડકુબાના મનોજભાઈ ભાનુશાળીએ જણાવ્યું કે,  હરખચંદભાઈ ગંગરના મિત્રવર્તુળ દ્વારા બે લાખ રૂપિયા અને મોડકુબા ભાનુશાલી મહાજન તથા મિત્રો દ્વારા એકાવન હજારના અનુદાનની ગૌશાળામાં જાહેરાત કરાઈ હતી. ગોહિલ ખેંગાર દેવા પરિવાર એકાવન હજાર અને જાડેજા રતનજી ભારમલજી પરિવાર દ્વારા એકાવન હજારની જાહેરાત કરાઈ હતી, તેમજ અન્ય દાતાઓનો  પણ સહયોગ સાંપડયો હતો. લાખિયારજી દાદા ધામના વિકાસ માટે દાતા શા. ખીમજી કાનજી પરિવાર વતી રૂા. 7 લાખ ને 20 હજારનું યોગદાન આપવાની જાહેરાત કરાઈ હતી. પ્રસંગે શાત્રી સ્વામી દેવસ્વરૂપદાસજી, સ્વામી નારાયણપ્રિયદાસજી સહિત સંતોએ આશીર્વચન આપ્યા હતા. વેકરિયા  હરીશભમાઈ, પોલીસ અધિકારી બલભદ્રસિંહ રાણા, ગામના અજુભા જાડેજા, પરેશ દેઢિયા (તુંબડી), મનોજ ભાનુશાલી, નાનજી ખીંયશી, વેલજી ભાનુશાલી, ચનુભા, હેમુભા જાડેજા, લાલુભા જાડેજા સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભા સંચાલન શાત્રી સ્વામી કૃષ્ણવિહારી દાસજીએ કર્યું હતું. વ્યવસ્થા ગામના યુવાનોએ સંભાળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang