• શનિવાર, 27 જુલાઈ, 2024

દુધઈ ગ્રા.પં.માં કોમ્પ્યુટર ઓપરેટર બે હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો

ગાંધીધામ, તા. 21 :  અંજાર તાલુકાના દુધઈ ગ્રામ પંચાયતમાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કરાર આધારિત નોકરી કરનારા કર્મચારીને લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોએ રૂા. 2000ની લાંચ લેતાં ઝડપી પાડયો હતો. બનાવના ફરિયાદીને તેમના માતા-પિતા દ્વારા વારસાઈમાં જમીન મળી હતી અને ફરિયાદી જમીનના ખેડૂત ખાતેદાર હોવાથી ભારત સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના સહાય મેળવવા માટ દુધઈ ગ્રામ પંચાયતના વી.સી.. એવા પૃથ્વીરાજસિંહ હિંમતસિંહ સરવૈયાને મળ્યા હતા. આક્ષેપિત આરોપીએ ફરિયાદી પાસે તેમનું ફોર્મ ભરી આપી અને કાર્યવાહી કરવાની અવેજીમાં ફરિયાદી પાસેથી રૂા. 2000ની લાંચની માંગ કરી હતી, પરંતુ ફરિયાદી ખેડૂત લાંચની રકમ આપવા માગતા હોવાથી તેમણે ગાંધીધામમાં પૂર્વ કચ્છ એસીબીનો સંપર્ક કરી ત્યાં  પોતાની ફરિયાદ આપી હતી જેના આધારે એસીબીએ આજે લાંચનું છટકું ગોઠવ્યું હતું. ફરિયાદીએ આજે કરાર આધારિત કર્મચારી પૃથ્વીરાજસિંહનો સંપર્ક કરી હેતુલક્ષી વાત કરી તેમનું ફોર્મ ઓનલાઈન ભરી આપવા જણાવ્યું હતું. દુધઈ ગ્રામ પંચાયતના -ગ્રામ કેન્દ્ર કોમ્પ્યુટર રૂમમાં હાજર આક્ષેપિત આરોપીએ કામ કરવાની અવેજીમાં લાંચના રૂા. 2000 સ્વીકારતાં એસીબીએ કર્મચારીને રંગે હાથ પકડી પાડયો હતો. કાર્યવાહીમાં બોર્ડર એકમ એસીબીના મદદનીશ નિયામક ડી. એચ. ગોહિલના માર્ગદર્શન હેડળ ગાંધીધામ એસીબી પી.આઈ.  ટી.એચ. પટેલ અને તેમની ટીમ જોડાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં એસીબીએ ગાંધીધામની ખાનગી એવી સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી એક શખ્સને લાંચનાં નાણાં સ્વીકારતાં પકડી પાડયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang