• શનિવાર, 27 જુલાઈ, 2024

આતંકી શ્રીલંકાના વાઇફાઇ પરથી પકડાયા

ભાર્ગવ પરીખ દ્વારા : અમદાવાદ, તા. 21 : શ્રીલંકાથી ચેન્નાઈ થઇને અમદાવાદ આવી રહેલા ચાર શ્રીલંકન આતંકવાદીઓને પાકિસ્તાની આતંકવાદી અબુએ નવા ફોન લઇ આપ્યા હતા, જેમાં પ્રોટોન ડ્રાઈવ ઉપરાંત સેલ્ફ -મેઈલની સગવડ હતી. ચાર આતંકવાદીએ પહેલી ભૂલ કરી કે, તેમણે ચેન્નાઇ એરપોર્ટ પર આવી એમના ફોન એરપોર્ટના વાઈફાઈ સાથે કનેક્ટ કરી, પ્રોટોન ડ્રાઈવ ચાલુ કરી અને  ગુજરાત .ટી.એસ.ના રડારમાં આવી ગયા ગુજરાત .ટી.એસ.ના એક ઉચ્ચ અધિકારીએ તપાસ ચાલુ હોવાથી નામ નહીં આપવાની શરતે કહ્યું કે, પાકિસ્તાની આતંકવાદી અબુએ બહુ શાતીર ચાલ ચલી હતી, એણે નવા મોબાઈલ ફોન આપ્યા હતા અને પ્રોટોન ડ્રાઈવમાં વિગતો હતી, સેલ્ફ -મેઇલની એપ્લિકેશન નાખી હતી. આતંકવાદીઓએ થોડા પૈસાની લાલચમાં ચેન્નાઇ એરપોર્ટ પર ઊતરી એમના ફોન વાઈફાઈ સાથે કનેક્ટ કરી સેલ્ફ -મેઈલથી ભારત પહોંચ્યાનો સંદેશો આપ્યો અને .ટી.એસ.ના રડારમાં આવી ગયા.  શ્રીલંકન યુવાનોની ફેબ્રુઆરીથી આતંકવાદની ટ્રાનિંગ ચાલતી હતી, લોકો અત્યાર સુધી ટૂરિસ્ટ વિઝા પર આઠવાર ભારત આવી ચૂક્યા છે. લોકો હિન્દી-અંગ્રેજી નહીં જાણતા હોવાથી દુભાષિયાની મદદથી એમની તપાસ થઇ રહી છે, એમાં એક આતંકવાદી મોહંમદ નુસરથ સોનાંના ભાવ વધ્યા પછી સોનાંની દાણચોરી કરતો હતો, તો મહમદ ફારીસ ડ્રગ્સની હેરાફેરી કરતો હતો તો મહોમ્મ્દ રસદીન પર શ્રીલંકામાં પાંચ કેસ છે .  હમાસમાં થયેલા હુમલામાં ભારતનો હાથ હોવાનું એમનું બ્રેઈન વોશ કર્યું છે, એટલે એમના  ફોનમાંથી અબુ સાથે ફિદાઇન હુમલો કરવાની તૈયારીના સોગંદ લેતો વીડિયો છે . ગુજરાત .ટી.એસ.ના ડી.આઈ.જી. સુનીલ જોશીએ જન્મભૂમિ પત્રો સાથેની વાતચીતમાં કહ્યું કે, પ્રોટોન ડ્રાઈવના કોડ ઉકેલવા અઘરા છે, એટલે અમે એફએસએલની મદદ લીધી છે, એમાંથી ઘણા ભારતીયોના ફોટા મળ્યા છે, મામલો અત્યંત સંવેદનશીલ હોવાથી વધુ વિગતો આપવાનો ઇન્કાર કરતાં તેમણે કહ્યું કે, ડ્રગ્સ અને દાણચોરી સાથે સંકળાયેલા ચારમાંથી બે લોકોએ ગુજરાતમાં તૈયાર કરેલા સ્લીપર સેલ અને જે લોકોએ ચિલોડા પાસે હથિયારો સંતાડ્યા હતા, એમની વિગતો ટૂંક સમયમાં મળી જશે અને ગુજરાતના સ્લીપર સેલનું નેટવર્ક તોડી નાખવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang