• મંગળવાર, 25 જૂન, 2024

કોટડા (ચ.)ના તેર વર્ષ જૂના મારામારીના કેસમાં આરોપીને બે વર્ષની કેદ

ભુજ, તા. 21 : ગત તા. 8/6/2011માં  કોટડા (.)ના બસ  સ્ટેન્ડ પાસેની મારામારીમાં  આરોપીએ ફરિયાદીને લાકડી વડે મારી અસ્થિભંગ સહિત ઇજા પહોંચાડવાના બનાવમાં આરોપીને બે વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. કેસની વિગતો મુજબ આરોપી આમદ સુમાર કુંભાર (રહે. વરલી)?ફરિયાદી અબ્દુલ રમજુભાઇ કુંભારને કહ્યું કે, `મારા દીકરાને ખોટી ચઢામણી શા માટે કરો છો ?' તેવો વહેમ રાખી લાકડી વડે માર મારી ફરિયાદીની હાથની કોણીમાં ફ્રેકચર સહિતની ઇજા પહોંચાડતાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આરોપી આમદને બીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હેમુ પ્રિતેશ પટેલે કલમ 325ના ગુનામાં તક્સીરવાન ઠેરવી બે વર્ષની સાદી કેદ તથા રૂા. 10 હજારનો દંડ ભરવા હુકમ કર્યો છે. જો આરોપી દંડ ભરે તો વધુ 30 દિવસની સાદી કેદનો આદેશ કર્યો છે. સરકાર તરફે સરકારી વકીલ આર.આર. પ્રજાપતિએ હાજર રહી દલીલો કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang