• શનિવાર, 27 જુલાઈ, 2024

ચાંદીના ભાવ આભને આંબે છે : કચ્છમાં રૂા. 2400નો ઉછાળો

ભુજ, તા. 21 : દેશના ઝવેરી બજારોમાં સોનાં અને ચાંદીમાં વિક્રમી ઊંચી સપાટી જોવાયાને પગલે કચ્છની સ્થાનિક બજારોમાં છેલ્લા થોડા દિવસથી કિંમતી ધાતુઓના ભાવમાં વધારાનો ક્રમ આજે પણ જળવાયો હતો અને ચાંદીમાં રૂા. 2400નો મોટો ઉછાળો જોવાયો હતો, જ્યારે સોનાંમાં બિસ્કિટમાં 3400નો વધારો નોંધાયો હતો. બીજી તરફ દિલ્હીમાં આજે ચાંદીના ભાવ રૂા. 96,600 થઇ ગયા હતા અને રૂા. 3900 મોટો વધારો થયો હતો. સ્થાનિક  બજારોમાં સટ્ટાકીય લેવાલીના પરિણામે રજત અને સુવર્ણ બંનેમાં તેજીનો ચમકારો યથાવત્ રહ્યો હતો. ચાંદીના એક કિલોના ભાવ 2400 રૂા.ના વધારા સાથે 94,400 થયા હતા, જ્યારે સોનાંમાં 10 ગ્રામે 340 રૂા.ના વધારા સાથે બિસ્કિટના ભાવમાં રૂા. 3400નો વધારો નોંધાયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang