• મંગળવાર, 25 જૂન, 2024

ઝડપી જીવનધોરણના યુગમાં કચ્છમિત્રની પહેલ મદદરૂપ બનશે

ગાંધીધામ, તા. 21 :  વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ સામે અનેક પડકારો છે. હાલના ઝડપી જીવનધોરણના યુગમાં વિદ્યાર્થીઓએ કેવી રીતે કારકિર્દીનું ઘડતર કરવું, તે અંગે કચ્છમિત્ર દ્વારા આયોજિત સેમિનાર મદદરૂપ બની રહેવાનો આશાવાદ ગાંધીધામના ધારાસભ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઇન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલપમેન્ટ અને એસ.આર.કે. ઇન્સ્ટિટયૂટના સહયોગથી આદિપુરની કોમર્સ કોલેજ ખાતે કચ્છમિત્ર દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. પ્રસંગે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પોતાનાં જીવનના પ્રસંગોને વર્ણવીને જણાવ્યું હતું કે, તમામ છાત્રોને ધોરણ 10 અને 12 બાદ શું કરવું? તેવો સવાલ રહે છે. સાચી દિશા મળતી હોવાથી લક્ષ મેળવી શકાતું નથી, જેથી આવા સેમિનાર મદદરૂપ થશે. દરેક માતા-પિતાને પોતાનું બાળક ડોક્ટર, એન્જિનીયર બને તેવી મહેચ્છા હોય છે, પરંતુ બાળકની રુચિ પ્રમાણે રસ દાખવાય તો ધાર્યું પરિણામ મળી શકે છે. જીવનમાં ગમે તે પડકારો આવે, પોતાનું સંપૂર્ણ યોગદાન આપશું તો ચોક્કસ સફળ થઈ શકાય. તેમણે કચ્છમિત્રની પહેલને બિરદાવી અહીં હાજર દરેક વિદ્યાર્થી, અન્યોને પણ જાણકારી આપે, તેવી અપીલ કરી હતી. ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ તેજસભાઈ શેઠે ઉપસ્થિતોને આવકારીને જણાવ્યું હતું કે, કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો છે તે ઉપયોગી સાબિત થશે. બાળકોના ભણતર અંગે કેટલાક વાલીઓમાં મૂંઝવણ હોય છે, જેથી કચ્છમિત્ર દ્વારા કરાયેલી પહેલને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યની અગ્રણી વેપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મંત્રી મહેશભાઈ તીર્થાણીએ જણાવ્યું હતું કે, કચ્છમિત્રના લોકઉપયોગી આવા પ્રયાસો વર્ષોથી કાર્યરત છે અને યાત્રાના અમે સાક્ષી છીએ. કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં ઉપસ્થિત પાંચ વિદ્યાર્થી પણ આગળ આવશે તો કાર્યક્રમ સાર્થક રહેશે.   કચ્છમિત્રના મદદનીશ તંત્રી નિખિલભાઈ પંડયાએ પોતાના ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ ઉપસ્થિત રહેતાં હર્ષની લાગણી વ્યક્ત કરી હતી તેમજ ધોરણ 10 અને 12 પછી શું? તે અંગે છાત્રોને મૂંઝવતા પ્રશ્નો માટે તજજ્ઞો દ્વારા શ્રેષ્ઠ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. કોઈ પણ ક્ષેત્રમાં પાયાની મજબૂતાઇ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. શિક્ષણની ગુણવત્તા રાષ્ટ્રીય સ્તરે પહોંચી છે. વિદ્યાર્થીઓએ સ્વરુચિનો વિષય રાખવો જોઈએ, સાથેસાથે પ્રોફેશનને મજબૂત કરવાના પ્રયાસો પણ જરૂરી છે, ત્યારે ઘણા બધા યુવાનોને સેમિનાર ખૂબ ઉપયોગી થવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. ઇન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલપમેન્ટના પ્રમુખ રસનિધિ અંતાણીએ 21મી સદી જ્ઞાનની સદી કહેવાય છે. માહિતી ગમે તે હોય, પણ તેમાંથી પસાર થઈ અનુભવ નહીં લેવાય તો સફળ નહીં થવાય. ડિગ્રીની સાથે તે ક્ષેત્રમાં પણ નિપુણ થવું જરૂરી છે, કારકિર્દી તો બની શકે. કોઈ પણ ક્ષેત્રમાં આવક વધુ હોય, પરંતુ પ્રસન્નતા હોય તો કામ સાર્થક થતું નથી, જેથી યોગ્ય જાણકારી મળે તેવાં કામ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. જેઓ મક્કમ નથી તેઓ ક્યારેય આગળ વધી શકતા નથી. પડકારો આવ્યા કરશે, તેને પસાર કરી લેવાશે તો સફળતાના શિખરો સર કરી શકાશે. સેમિનારમાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના તજજ્ઞોમાં ભુજ આઇ.ટી.આઇ.ના અધ્યાપક શબ્બીર ખત્રીએ એન્જિનીયરિંગ, નોનએન્જિનીયરિંગ કોર્સની વિગત આપી હતી. આઇ.ટી.આઇ. કર્યા બાદ ડિગ્રી એન્જિનીયરિંગ સુધી કેવી રીતે પહોંચી શકાય તે અંગે પણ તેમણે પ્રકાશ પાડ્યો હતો. તોલાણી કોમર્સ કોલેજના આચાર્ય ડો. મનિષભાઈ પંડ્યાએ બી.., બી. કોમ., બી.એસ.સી. અંગે વિસ્તૃત જાણકારી આપી હતી તેમજ કોલેજ બાદ કયા ક્ષેત્રમાં કારકિર્દી ઘડી શકાય તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બી.કોમ. સાથે પ્રોફેશનલ ડિગ્રીનો કોર્સ ગુજરાતમાં એકમાત્ર તોલાણી કોમર્સ કોલેજમાં શરૂ કરાયો હોવાની જાણકારી તેમણે આપી હતી. ટીમ્સ કોલેજના ડાયરેક્ટર ડો. સંપદા કાપસેએ મેનેજમેન્ટ તેમજ જી.ટી.યુ.-બી.બી..માં કેવી રીતે પ્રવેશ મેળવી શકાય, અંગે જાણકારી આપી હતી. સાપેડા સ્થિત એસ.આર.કે. ઇન્સ્ટિટયૂટના ઇન્ચાર્જ આચાર્ય નિર્દેશભાઈ બૂચ દ્વારા આગવી શૈલીમાં વિવિધ બી.બી.., બી.સી.., એમ.બી.., એમ.એલ.ડબલ્યૂ., અંગે માર્ગદર્શન આપી, ટેક્નોલોજીનું મહત્ત્વ સમજાવ્યું હતું. હેલ્થ કેર, ગ્રીન ટેક્નોલોજી સહિતના અભ્યાસક્રમોની ભવિષ્યમાં ભારે માંગ રહેવાની વાત તેમણે કરી હતી. નિષ્ણાતોનાં માર્ગદર્શન બાદ પ્રશ્નોત્તરી સેશનમાં વિદ્યાર્થીઓને મૂંઝવતા સવાલોના જવાબ તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યા હતા. કારકિર્દી માર્ગદર્શન સેમિનારના પ્રારંભમાં ઉપસ્થિતો દ્વારા દીપ પ્રાગટય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ અતિથિઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. સંચાલન પ્રદીપભાઈ જોશી, આભારવિધિ રસનિધિ અંતાણીએ કરી હતી. પ્રસંગે ગાંધીધામ કચ્છમિત્ર બ્યૂરો ઓફિસના ઉદયભાઈ અંતાણી, મનજીભાઈ બોખાણી, રમેશ એમ. ધેડા, કુલદીપ દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang