• શનિવાર, 27 જુલાઈ, 2024

કેકેઆરનો ફાઈનલમાં વટભેર પ્રવેશ

અમદાવાદ તા. 21 : આઈપીએલ સિઝનની હેદરાબાદ સનરાઈઝર્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી  પહેલી ક્વોલિફાયર મેચમાં એસઆરએચએ આપેલા 160 રનના લક્ષ્યને કેકેઆરની ટીમે વેંકટેશ (51) અને શ્રેયસ (58)ની અણનમ ભાગદારીની મમદથી 8 વિકેટે હાંસિલ કરી લીધું હતું અને ફાઈનલમાં વટભેર પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે હેદરાબાદને શુક્રવારે યોજાનારી બીજી ક્વોલિફાયર મેચમાં વધુ એક તક મળશે. જીતના ઈરાદે મેદાને ઉતરેલી કેકેઆર વતી ગુરબાજે 14 દડામાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 23 રન અને નારાયણે 16 દડામાં 4 ચોગ્ગા સાથે 21 રન બનાવ્યા હતા. ત્યારબાદ એયર જોડી બાજી સંભાળી હતી. વેંકટેશે 28 દડામાં 5 ચોગ્ગા અને  4 છગ્ગા સાથે 51 રન, જ્યારે શ્રેયસે 24 દડામાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 58 રન કર્યા હતા અને અણનમ ભાગીદારીથી ટીમને જીત અપાવી હતી. હૈદરાબાદના બોલરો નિષ્ફળ રહ્યા હતા. ફાઇનલમાં પહોંચવા માટેની આઇપીએલ-2024 સિઝનની કવોલિફાયર-1 મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ 19.3 ઓવરમાં 19 રને ઓલઆઉટ થઇ હતી. કેકેઆરના પેસ એન્ડ સ્પિન એટેક સામે એસઆરએચના બેટિંગ ક્રમનો કડૂસલો થયો હતો. કમનસીબપણે રનઆઉટ થતાં પહેલાં વનડાઉન બેટર રાહુલ ત્રિપાઠીએ પપ રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી, જ્યારે આખરી ઓવરોમાં કેપ્ટન પેટ કમિન્સે 24 દડામાં 30 રન કરીને હૈદરાબાદને 19 રને પહોંચાડયું હતું. આથી કોલકતાને ફાઇનલમાં પહોંચવા 160 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. કોલકાતા તરફથી મોંઘા બોલર મિચેલ સ્ટાર્કે 34 રનમાં 3 વિકેટ લીધી હતી. સ્પિનર વરુણ ચક્રવર્તીને 26 રનમાં 2 વિકેટ મળી હતી. ટોસ જીતી દાવ લેનાર હૈદરાબાદની શરૂઆત કંગાળ રહી હતી. ફટકાબાજ ટ્રેવિસ હેડ પહેલી ઓવરમાં ઝીરોમાં સ્ટાર્કના દડામાં કલીન બોલ્ડ થયો હતો. યુવા બિગ હિટર અભિષેક શર્મા (3) બીજી ઓવરમાં વૈભવ અરોરાનો શિકાર બન્યો હતો. નીતિશ રેડ્ડી (9) અને શાહબાઝ અહેમદ (0) સ્ટાર્કની ઓવરમાં ઉપરાઉપરી બે દડામાં આઉટ થયા હતા. આથી હૈદરાબાદે 39 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. પાવર પ્લેમાં રનનો અંબાર રચનાર હૈદરાબાદ નિર્ણાયક મેચમાં 6 ઓવરમાં 4 રન કરી શકયું હતું. આથી કોલકાતાએ મેચ પર પકડ જમાવી હતી. દબાણની સ્થિતિમાં રાહુલ ત્રિપાઠી અને હેનરિક કલાસેન વચ્ચે પાંચમી વિકેટમાં 37 દડામાં 62 રનની ઉપયોગી ભાગીદારી થઇ હતી. કલાસેન 21 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી 32 રને અને ત્રિપાઠી 3 દડામાં 7 ચોગ્ગા-1 છગ્ગાથી પપ રને ખરાબ રીતે રનઆઉટ થયો હતો. પછી હૈદરાબાદનો ધબડકો થયો હતો અને 126 રનમાં 9 વિકેટ પડી ગઇ હતી. અનુભવી કેપ્ટન કમિન્સે અંતમાં 24 દડામાં 2 ચોગ્ગા-2 છગ્ગાથી 30 રન કર્યાં હતા. તે આખરી ઓવરમાં આઉટ થયો હતો. આથી હૈદરાબાદ ટીમ 19.3 ઓવરમાં 19 રને ઓલઆઉટ થઇ હતી. કેકેઆર તરફથી અરોરા, નારાયણ, રસેલ અને રાણાને પણ 1-1 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang