• શનિવાર, 27 જુલાઈ, 2024

સિંગાપોરનું વિમાન ચક્રવાતમાંથી માંડ ઉગર્યું

સિંગાપોર, તા. 21 : લંડનથી સિંગાપોર જઈ રહેલા સિંગાપોર એરલાઈન્સના વિમાનમાં વંટોળની ઝપટે ચડતાં અચાનક ઝાટકા લાગ્યા હતા. એક યાત્રીનું મોત થયું હતું, જ્યારે 30 જણ ઘાયલ થયા હતા. દુર્ઘટના સર્જાઈ ત્યારે વિમાન જમીનથી 30 હજાર ફૂટની ઊંચાઈ પર હતું અને ત્રણથી પાંચ મિનિટમાં તે હજાર ફૂટ નીચે આવી ગયું હતું. ઘટના બાદ બેંગ્કોક ખાતે તાકીદનું ઉતરાણ કરવું પડયું હતું અને બાકીના 218 મુસાફરનો બચાવ થયો હતો. એક મીડિયા હેવાલ મુજબ, સિંગાપોર એરલાઈન્સનું બોઇંગ 777-300ઈઆર વિમાન લંડન જતું હતું, ત્યારે હવાની ગતિના કારણે ટર્બ્યુલન્સ  (ઝાટકા)નો અનુભવાતાં વિમાન પડી રહ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ હતી, જેના કારણે યાત્રીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો અને એકનું મોત થયું હતું. ઘટના બાદ વિમાનને તાત્કાલિક બેંગ્કોકના સુવર્ણભૂમિ એરપોર્ટ પર ઉતારાયું હતું અને એમ્બ્યુલન્સ મારફતે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડાયા હતા. સિંગાપોર એરલાઈન્સે મૃતકના પરિજનો પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang