• મંગળવાર, 25 જૂન, 2024

અર્થતંત્ર માટે સારા સંકેત : આરબીઆઈ

નવી દિલ્હી, તા. 21 : એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે, ત્યાં ભારતીય રિઝર્વ બેંકે જારી કરેલા માસિક બુલેટિનમાં આર્થિક સલાહકારોના મત મુજબ, આગામી સમયમાં અર્થવ્યવસ્થા ઉડાન ભરવાના આરે ઊભી હોવાનો સંકેત આપવામાં આવ્યો છે અને 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો વૃદ્ધિદર 8.5 ટકા રહેવાનો અંદાજ દર્શાવાયો છે. એક મીડિયા હેવાલ મુજબ, આરબીઆઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વૈશ્વિક ભૌગોલિક-રાજકીય સંકટના કારણે સપ્લાય ચેઈન દબાણ હેઠળ હોવા છતાં ભારતીય અર્થવ્યવસ્થામાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. આર્થિક ગતિવિધિ સૂચકાંક અનુસાર, આર્થિક ગતિવિધિમાં વધારાના કારણે 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી દર 7.5 ટકા રહેવાની ધારણા છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, માંગમાં ભારે ઉછાળો જોવા મળી શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં બિનખાદ્ય પદાર્થો પર ખર્ચ વધી રહ્યો છે, જે દર્શાવે છે કે, લોકોની ખર્ચ કરવાની ટેવમાં સુધારો આવી રહ્યો છે. તે ઉપરાંત એપ્રિલ-24માં છૂટક ફુગાવો ઘટયા પછી તેને મજબૂતી પણ મળી રહી છે અને અર્થવ્યવસ્થા ધીરે-ધીરે લક્ષ્ય તરફ આગળ વધી રહી છે. એપ્રિલ માસમાં -વે બિલમાં વાર્ષિક 14.5 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang