• મંગળવાર, 25 જૂન, 2024

ભુજની ઓરિએન્ટ કોલોનીમાં બે કારમાંથી બેટરી ચોરી : ચીભડચોરીના બનાવ વધ્યા

ભુજ, તા. 21 : શહેરની વચ્ચો વચ્ચ પોશ વિસ્તારમાં ચીભડચોરીના બનાવો વધ્યાની રાવ વચ્ચે ઓરિએન્ટ કોલોનીમાં બે કારમાંથી બેટરી કિં. રૂા. 10,000ની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. ઓરિએન્ટ કોલોનીમાં રહેતા વેપારી મહેશભાઈ ઠક્કરે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 17/5ના મધ્ય રાતે બે અજાણ્યા ચોર ઈસમ મોટર સાઈકલથી આવીને જનરલ પાર્કિંગમાં રાખેલી ફરિયાદીની બે કારમાંથી બેટરીઓ કિં. રૂા. 10,000વાળી કાઢીને લઈ જઈ  ચોરી કરી હતી. બી-ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિસ્તારની શારદા સોસાયટીમાં પણ થોડા દિવસોથી વિવિધ ઘરોમાંથી નાની-મોટી વસ્તુઓ ચોરી થઈ રહી છે. નૂતન સોસાયટી સામે બંધ મકાનમાંથી ચીભડચોરી થઈ છે. આમ આવા પોશ વિસ્તારમાં ચીભડચોર સક્રિય થયા હોવાથી કોઈ મોટી ચોરીના બનાવ બને તે પૂર્વે પોલીસ ધાક બેસાડતી કામગીરી કરે, તેવું રહેવાસીઓ જણાવી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang