• સોમવાર, 13 જુલાઈ, 2026

ના.સરોવરમાં બ્રહ્મલીન આનંદલાલજી મહારાજની નિર્વાણતિથિ ઊજવાઇ

નારાયણ યજ્ઞ, પાદુકાપૂજન સહિતનાં આયોજનમાં ભાવિકો જોડાયા

નારાયણ સરોવર, તા. 12 : બ્ર.બ્રહ્મચારી આનંદલાલજી ગુરુ મધુસૂદનલાલજી મહારાજની આઠમી નિર્વાણતિથિ નિમિત્તે ભગવાન ત્રિવિક્રમરાયજી મુખ્ય મંદિરે ધ્વજારોહણ બાદ નારાયણ યજ્ઞ અને પાદુકાપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિંગરિયાના મહંત કરશનદાસ બાપુ બિબ્બરના મહંત જગજીવનદાસ બાપુ, મોટી વિરાણીના લઘુ મહંત સુરેશદાસ બાપુ, રામવાળાના મહંત તેમજ અન્ય સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. તમામને ના.સરોવર જાગીર અધ્યક્ષ સોનલલાલજી મહારાજએ આવકાર્યા હતા. મુખ્ય યજમાન સ્વ. શાંતિભાઇ શિવગણભાઇ બાથાણી ભૂવનેશ્વર (ઓડિસ્સા) જિતેન્દ્ર નારાયણભાઇ ભાવાણી (ચાલીસગાંવ), તુલસીદાસભાઇ લીમડા પરિવાર (કોલ્હાપુર) સચિનભાઇ મુંબઇ, ગાભાભાઇ સુથાર (કોલ્હાપુર) રહ્યા હતા. આ પ્રસંગે યજ્ઞના આચાર્ય અજિતભાઇ જોશી રહ્યા હતા. વ્યવસ્થા મંદિરના પૂજારી તેમજ મુખ્ય મહારાજ શિષ્યગણો અને ગામના યુવાનોએ સંભાળી હતી.

Panchang

dd