ઈશ્વરેશ્વર ગૌસેવા-સુમતિનાથ
પાંગળાઘર ખાતે પૂજન કરાયું
કોડાય (તા. માંડવી), તા. 12 : તાલુકાના તલવાણા
ખાતે ઈશ્વરેશ્વર ગૌસેવા અને વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત સુમતિનાથ પાંગળાઘર/ગાયોની હોસ્પિટલની
બાજુમાં આવેલી નવી જમીનમાં ગૌમાતા આરાધ્યધામ ગૌશાળા-2ની પાણીની સુવિધા વધુ સશક્ત બને તે હેતુથી દાતા દ્વારા
નવા બોરવેલનું ટ્રસ્ટના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં વિધિવત પૂજન કરાયું
હતું આ પ્રસંગે મેનાજિંગ ટ્રસ્ટી હરાસિંહ જાડેજાએ
ગૌશાળાની પ્રવૃત્તિઓ અને વિકાસકાર્યો અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દ્વારા ગૌસેવાને વધુ વ્યાપક
બનાવવા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. નવી ગૌશાળા ગૌમાતા આરાધ્યધામ ગાયોની સારવાર તેમજ
અન્ય સેવાકીય સુવિધાઓના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે અને સમાજના
દાતાઓના સહયોગથી ગૌશાળા સતત પ્રગતિના પંથે આગળ વધી રહી છે. દાતા કાંતિભાઈ ભાણજીભાઈ
અમૃતિયાએ માત્ર બોરવેલનું સંપૂર્ણ કાર્ય કરાવી આપ્યું એટલું જ નહીં, પરંતુ ગૌસેવાના ઉમદા કાર્યમાં રૂા. 1.08 લાખનું દાન પણ અર્પણ કર્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ
તલકચંદભાઈ દેઢિયાએ દાતાની સેવાભાવના,
ગૌભક્તિ અને સમાજપ્રત્યેની નિષ્ઠાને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવા સેવાભાવી દાતાઓના સહયોગથી
ગૌશાળાના વિકાસકાર્યોને નવી ગતિ મળી રહી છે. આ પ્રસંગે ટ્રસ્ટીઓ પોપટભાઈ ફુરિયા,
કિરીટાસિંહ જાડેજા, વિક્રમાસિંહ રાઠોડ,
હરપાલાસિંહ જાડેજા, વસંતભાઈ પોલડિયા, રામજીભાઈ મહેશ્વરી સહિત આગેવાનો, ગૌભક્તો અને સેવાભાવી
કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.