• સોમવાર, 13 જુલાઈ, 2026

ગાંધીધામ ઇન્નરવ્હીલ ક્લબે ડિસ્ટ્રીક્ટ એસેમ્બલીમાં 39 એવોર્ડ મેળવ્યા

અમદાવાદ ખાતે યોજાયો કાર્યક્રમ

ગાંધીધામ, તા. 12 : સમાજસેવા, માનવતા અને મહિલા સશક્તિકરણ માટે સતત કાર્ય કરતી ગાંધીધામઈન્નરવ્હીલ ક્લબને અમદાવાદ ખાતે ડિસ્ટ્રીક્ટ એસેમ્બલીમાં 39 એવોર્ડ મળ્યા હતા અને ક્લબે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. ક્લબને સૌથી નવા પ્રકલ્પ માટે તથા દીકરીઓનાં શિક્ષણ અને સશક્તિકરણ, જળ સંરક્ષણ ક્ષેત્ર ઉત્કૃષ્ટ કામગીરી, સંગઠન મજબૂત કરવા સહિતની કામગીરીઓમાં એવોર્ડ મળ્યા છે. આ ઉપરાંત ક્લબના ટ્રેઝરર સંગીતા ઠક્કરનું એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું એસોસિયેશન પ્રમુખ વિનુથા હરીશ તથા જિલ્લા અધ્યક્ષ બિંદુ ગુપ્તા તેમજ સેક્રેટરી રચના શાહના હસ્તે ક્લબને આ તમામ સન્માન એનાયત કરવામાં આવ્યાં હતાં. ક્લબ દ્વારા હેપી સ્કૂલ પ્રોજેક્ટ, દિવ્યાંગોને કૃત્રિમ પગ અને વ્હીલચેર સહાય, હેલ્થ કેમ્પ, બ્લડ ડોનેશન, સર્વાઇકલ કેન્સર અવેરનેસ અને વેક્શિનેશન, કમ્પ્યુટર અને સિલાઈ મશીન વિતરણ, સાયબર સિક્યોરિટી અને ડ્રગ્સ વિરોધી જાગૃતિ રેલી, ઈકો બ્રિક બેન્ચીસ જેવાં પર્યાવરણલક્ષી કાર્યો તેમજ ક્લિન એનર્જી અને એનિમલ એમ્પથી જેવા વિવિધ ક્ષેત્રોમાં સરાહનીય કાર્યો કરવામાં આવ્યાં હતાં. આ સફળતા સમગ્ર ટીમની મહેનત તેમજ તાલમેલ અને દાતાઓના વિશ્વાસનું પરિણામ છે. આ સન્માન વધુ ઊર્જા સાથે સેવા કરવા પ્રેરણા આપશે તેમ પ્રમુખ દીપ્તિ ધીરિયાએ જણાવ્યું હતું. અમદાવાદ ખાતે આ કાર્યક્રમમાં ક્લબ સભ્ય નિતા નિહલાની, સુધા શાહ, દેવીબેન નાગડા. વર્ષા મદૈયા, અર્ચના અગ્રવાલ, રાખી નાહટા, માયા બંસલ, આંચલ ધીરિયા અને ગીતિકા ધીરિયા ઉપસ્થિત રહ્યાં હતાં.

Panchang

dd