• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

રવિવારે રોશનીનો 23મો કેમ્પ ભુજ લેવા પટેલ હોસ્પિટલ ખાતે યોજાશે

કેરા (તા. ભુજ), તા. 20 : ન માત્ર કચ્છ પણ સમગ્ર ગુજરાત માટે સારા અને ઉત્તમ લેન્સ સાથેના રોશની નેત્ર સર્જરી કેમ્પનો 23મો મણકો રવિવારે ભુજ ખાતે યોજાનારો છે.   કચ્છના શિક્ષણવિદ્ અને રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે રવિવાર તા. 22/2/2026ના સવારે 9:30 કલાકે માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર-ભુજ ખાતે યોજાશે. કચ્છની કેમ્પ સંસ્કૃતિમાં નવતર અભિગમ સાથે સુપ્રાફોબ લેન્સ જેવા ઉત્તમ ઓપરેશન તદ્દન નિ:શુલ્ક કરી અપાય છે, અત્યાર સુધી 2346 જેટલી સર્જરી થઈ ચૂકી છે. ખુલ્લા બજારમાં 20થી 25 હજારના અંદાજિત ખર્ચ સાથે કરાતી આ સર્જરીઓ દર્દીઓ માટે મફત કરાય છે. કચ્છમિત્ર પ્રાયોજિત આ અભિયાન ખૂબ જ ઉપયોગી અને લોકપ્રિય બન્યું છે, જેના પ્રેરક સમાજપ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા સંકલિત કરી રહ્યા છે. 23મા કેમ્પના દાતા નાનજીભાઈ પિંડોરિયા પરિવાર છે. ગત કેમ્પ હસુભાઈ ભુડિયાની સ્મૃતિમાં યોજાયો હતો. રવિવારના કેમ્પમાં  સમાજના આરોગ્ય ક્ષેત્રના દાતાઓ, સમાજની ત્રણેય પાંખોના સભ્યો, દાતા-ટ્રસ્ટીઓ સાથે મોભી અરજણભાઈ પિંડોરિયા, કેશરાભાઈ પિંડોરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેનારા છે   આજે કેમ્પ રજિસ્ટરનો આખરી દિવસ હોઈ 97262 31122 અને 95742 30132 ઉપર નામ નોંધાવી લેવા અપીલ કરાઈ છે. કેમ્પ સમયસર સવારે 9:30 કલાકે શરૂ થશે, એવું ટ્રસ્ટના મંત્રી મનજીભાઈ પિંડોરિયાએ જણાવ્યું હતું. 

Panchang

dd