ગાંધીધામ, તા. 13 : શહેરની પાયાની સંસ્થા સિન્ધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા
નાના ધંઘાર્થીઓના પુન: સ્થાપન માટે મહત્વનો નિર્ણય લીધો છે. અને નજીકના જ ભવિષ્યમમાં
આ પ્રકલ્પ કાર્યરત કરવા માટે કાર્યવાહી કરાઈ
છે. કેબીન ધારકોના હીતમાં સાંસદ વિનોલભાઈ ચાવડા,
ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અને મહાપાલિકા કમીશનર મનીષ ગુરવાણીની રજઆતને ધ્યાનમાં
લઈને આ જાહેરાત એસ.આર.સી દ્વારા કરાઈ છે. આદિપુરના વોર્ડ 1 એમાં
220 દુકાનોનું કોમર્શિયલ કોમ્પ્લેક્ષ
બનાવવામાં આવશે. ચેરમેન સેવક લખવાણીએ. જણાવ્યું હતું કે ભાઈ પ્રતાપનું સ્વપ્ન સાકાર કરવા માટે તેમજ નાના વેપારીઓને નુકશાન
ન થાય અને ધંધો રોજગાર કરી શકે તે માટે સૌ ડાયરેકટરોએ
નિર્ણય લીધો છે. માત્ર પ્લોટ અને બાંધકામની
કીમત જ વસુલવામાં આવશે.