• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

આત્મિક તત્ત્વજ્ઞાન જીવનમાં ઊતરે એ જ સાચી સાધના

કોડાય (તા. માંડવી), તા. 30 : બિદડા ખાતે દિનબંધુ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત માનવમંદિર પરિસરમાં દેવગુરુ સ્મૃતિ જહાજ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવિકો ઊમટયા હતા. મહોત્સવ આચાર્ય નવીનચંદ્રજી મ.સા.નાં આશિર્વાદથી તથા માનવ મંદિરના ગુરુ દિનેશચંદ્રજી મ.સા.ની નિશ્રામાં યોજાયેલા મહોત્સવમાં પ્રતિષ્ઠાચાર્ય તરીકે બંધ ત્રિપુટી તીથલના જિનચંદ્રજી મ.સા.એ પ્રતિષ્ઠાની વિધિ કરી હતી. પ્રતિષ્ઠાચાર્યએ માનવ મંદિર જેવા પવિત્ર અને માનવ કલ્યાણકારી સંકલ્પના મુખ્ય પ્રેણક તરીકે દિનેશચંદ્રજી મ.સા.નાં યોગદાનની નોંધ લીધી હતી. ધર્મ તીર્થ માનવ મંદિરના પ્રેરણા દિનેશચંદ્રજી મ.સા.એ વાંચન સાથે જીવંત અનુભવ તાજગી તથા આત્મિક તત્ત્વજ્ઞાન પુસ્તકમાં બંધ ન રહે, પરંતુ જીવનમાં ઉતરે એ જ સાચી સાધના ગણાવી હતી. ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેએ માનવ મંદિર માનવસેવા સંસ્કાર અને સમાજ કલ્યાણ જીવંત ગણાવતા અહીં પ્રવૃત્તિઓ દ્વારા માનવતા એકતા અને સેવાભાવનાં મૂલ્યોને સતત પ્રોત્સાહન મળતું હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્યનું સન્માન કરાયું હતું. મેનેજિંગ ટ્રસ્ટી સુમેરમલ વિનાયકિયા તથા પુનિતભાઇ મહેતાએ  દાતાઓનો આભાર માન્યો હતો. ચડાવાના દાતાઓ નિર્મલાબેન ભવાનજી સાવલા, પારસમલજી હસ્તીમલજી લુકડ, મણિબેન માવજીભાઇ વોરા, સુંદર દેવી દીપચંદજી તાતેડનું તથા અન્ય દાતાઓનું સન્માન કરાયું હતું. મંજુલાબેન માંગીલાલજી પરિવારે પરમાત્મા શિખરની અમર ધજાનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં કિશોરભાઇ તાતેડ, મનોજભાઇ ગાંધી, સતીષભાઇ વોરા, જયસુખભાઇ દોશી અભય સાવલા, પ્રવીણભાઇ વિનાયકિયાભાવિનભાઇ સંઘવી, પ્રવીણભાઇ વોરા, નરેન્દ્રભાઇ પ્રજાપતિ, હિતેશભાઇ ખંડોલ (તેરા તુજકો અર્પણ ટ્રસ્ટના પ્રમુખ)હિરેનભાઇ સાવલા (મુંદરા પાંજરાપોળ ટ્રસ્ટી)પ્રબોધભાઇ મુનવર (માનવજ્યોત) સહિત ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન વિદ્યાબેન છેડા અને મહાવીરભાઇ દેસાઇએ કર્યું હતું. 

Panchang

dd