• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

સમય - ખર્ચની બચત અને સામાજિક જાગૃતિનો ઉદ્દેશ

ભુજ, તા. 7 : વર્તમાન સમયમાં લગ્ન પ્રસંગો દરમ્યાન થતા બેફામ ખર્ચા અને દેખાદેખી ટાળીને સમય અને ખર્ચની બચત હેતુ મારૂ કંસારા સોની જ્ઞાતિમાં સામાજિક જાગૃતિના ઉપક્રમે યોજાયેલાં સમૂહલગ્નમાં બે યુગલે પ્રભુતામાં પગલાં માંડયાં હતાં. જ્ઞાતિ પ્રમુખ હિતેશભાઈ પી. ગુજરાતીનાં માર્ગદર્શન હેઠળ ચનાણી પાર્ટી પ્લોટ ભુજ ખાતે  યોજાયેલાં આ સમૂહલગ્નમાં મધુભાઈ વ્યાસ દ્વારા વૈદિક વિધિ કરાવાઈ હતી. સાદગીપૂર્ણ લગ્ન મારૂ કંસારા સોની જ્ઞાતિમાં સામાજિક જાગૃતિના અનોખા ઉપક્રમ હેઠળ સમય અને ખર્ચની બચતના હેતુસર આ કાર્યક્રમમાં વર - કન્યા પક્ષના સંબંધી, જ્ઞાતિ કારોબારી, યુવક મંડળ તથા મહિલા મંડળના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પૂર્ણ કરાયો હતો. જ્ઞાતિ ટ્રસ્ટ અને મહિલા મંડળ દ્વારા ભેટ અપાઈ હતી. જ્ઞાતિના ઉપપ્રમુખ ધમેન્દ્રભાઈ બારમેડા, ભરતભાઈ બગ્ગા, પરેશ ગુજરાતી, ડો. ચેતનભાઈ બારમેડા, મૂળજી નાનાલાલ કટ્ટા, સુધાબેન બુદ્ધભટ્ટી, રાહુલભાઈ સોલંકી વિ.એ શુભકામના પાઠવી હતી. અગ્રણી ચંદ્રકાંતભાઈ ચનાણી, સત્યમભાઈ બારમેડા, જીત હેડાઉ, રોહિણીબેન બુદ્ધભટ્ટી ઉપસ્થિત હતા. હિતેશભાઈ પોમલ, સંજીવભાઈ બુદ્ધભટ્ટી, મૂળજીભાઈ કટ્ટા, રોહિત પોમલ, ભાવેશ બુદ્ધભટ્ટી, રાજેન્દ્ર બુદ્ધભટ્ટી, રાજેશ બુદ્ધભટ્ટી સહયોગી રહ્યા હતા. સંચાલન અને આભારવિધિ ડો. ચેતનભાઈ બારમેડાએ કરી હતી.

Panchang

dd