માંડવી, તા. 6 : જિલ્લા
પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નં. 3માં ધો.
ત્રણથી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે `િવપુલ ભારત' અંતર્ગત વાંચન, ગણન અને લેખનની સ્પર્ધા યોજાઇ હતી. દિનેશ શાહનાં અધ્યક્ષસ્થાને ઇનામ વિતરણ
સમારોહમાં માંડવી નગરપાલિકાના કાઉન્સિલર પારસભાઇ સંઘવી અને શાળાની એસ.એમ.સી.ના
અધ્યક્ષા કુંજલબેન શાહ અતિથિ-વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણીઓએ વાંચન,
ગણન અને લેખનને શિક્ષણના મહત્ત્વનાં પાસાં ગણાવ્યા હતા. આચાર્ય
પુનિતભાઇ વરસાણીએ સૌને આવકારી `િવપુલ ભારત' અંતર્ગત વાંચન, ગણન, લેખન અને અર્થગ્રહણની માહિતી આપી હતી.
સ્પર્ધામાં દરેક ધોરણમાં ત્રણ-ત્રણ વિજેતાને `દીપરંજન
સેવા કેન્દ્ર' તરફથી ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. શ્રી સંઘવી અને કુંજલબેન શાહે
વિજેતા બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. સંચાલન ભાવિનીબેન વરસાણીએ કર્યું હતું.
શાળાના શિક્ષક અને માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના અગ્રણી મનુભા જાડેજાએ
આભાર વ્યક્ત કર્યો હતો.