માધાપર (તા. ભુજ), તા. 26 : સ્થાનિક વાળંદ
સમાજ દ્વારા યોજાયેલા સ્નેહમિલનમાં સમાજનો વિકાસ,
સમાજમાં ભણતરની જાગૃતતા તથા સમાજમાં બનતા પારિવારિક પ્રશ્નોના નિરાકરણ
લાવવા માટે ચર્ચા કરાઇ હતી. પ્રથમ વખત માધાપર વાળંદ સમાજ દ્વારા યોજાયેલા સ્નેહમિલનમાં
સમાજના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભવિષ્યમાં વડીલોના સાથ-સહકારથી યુવાનો ભેગા રહીને સમાજના વિકાસ માટે કામો કરવાની
નેમ લેવાઇ હતી. માધાપર વાળંદ સમાજના તુષારભાઇ ભટ્ટી, અનિલભાઇ
રાઠોડ, હિતેશભાઇ ભટ્ટી, મનીષભાઇ ભટ્ટી,
મહેન્દ્રભાઇ ચૌહાણ, કલ્પેશ રાઠોડ, તુષાર ચૌહાણ, દીપક રાઠોડ સહિત સમાજના સભ્યોએ વ્યવસ્થા
સંભાળી હતી.