ભુજ, તા. 26 : દેશને આત્મનિર્ભર બનાવવા માટે
સ્વદેશી વસ્તુ અપનાવી વેપારીઓ, ઉત્પાદનોને
પ્રોત્સાહન આપવા અપીલ કરાઇ હતી. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હેઠળ સમગ્ર કચ્છ જિલ્લામાં
યોજાનારા નૂતન વર્ષ સ્નેહમિલનના કાર્યક્રમો અંતર્ગત ભુજ શહેરના વોર્ડ નં 1થી 6ના યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાંમાં આગેવાનો, કાર્યકરો તેમજ સામાજિક આગેવાનો, વિવિધ સંઘ, સંસ્થાઓ, ગરબી મંડળના
આયોજકો વિ. ઉપસ્થિત રહી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. મહેમાનોને વાજતે-ગાજતે આવકાર
અપાયો હતો. આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઇ છાંગા,
કચ્છના સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા તેમજ ભુજના ધારાસભ્ય
કેશુભાઈ પટેલે ઉપસ્થિત સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી આગામી દિવસોમાં દેશને આત્મનિર્ભર
બનાવવા માટે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ
મોદીએ વિકાસશીલ ભારતને 2047 સુધીમાં વિકસિત
ભારત બનાવવાની જે નેમ લીધી છે તે પરિપૂર્ણ કરવા વોકલ ફોર લોકલ, હર ઘર સ્વદેશી અપનાવવા ઉપસ્થિત સૌને આહ્વાન
કર્યું હતું અને સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે નગરસેવક જગત વ્યાસ દ્વારા સંકલ્પ લેવડાવામાં
આવ્યો હતો. આ સ્નેહમિલન સમારોહમાં જિલ્લા ભાજપના મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી,
ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મીતભાઈ ઠક્કર, જિલ્લા સંગઠનના
ડો. મુકેશભાઈ ચંદે, રાહુલભાઈ ગોર, શીતલભાઈ
શાહ, પચાણભાઈ સંજોટ, વીજુબેન રબારી,
પ્રફુલ્લાસિંહ જાડેજા, નરેશભાઈ મહેશ્વરી,
તાપસભાઈ શાહ, અશોકભાઈ હાથી, આમદભાઈ જત, ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠકકર,
સત્તાપક્ષના નેતા કમલભાઈ ગઢવી, કાર્યક્રમના ભુજ
વિધાનસભાના ઇન્ચાર્જ ચેતનભાઈ કતિરા, શહેરના ઇન્ચાર્જ હિરેનભાઈ
રાઠોડ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન રાજેશભાઈ ગોર, સંચાલન જગતભાઈ વ્યાસ તેમજ આભારવિધિ ધીરેનભાઈ લાલને કરી હતી, આયોજનને સફળ બનાવવા ભુજ નગરપાલિકાના નગરસેવકે તેમજ શહેર સંગઠનની ટીમે જહેમત
ઉઠાવી હોવાનું અનવરભાઈ નોડે તેમજ જયંતભાઈ ઠકકરની યાદીમાં જણાવાયું હતું.