• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

ગાંધીધામના ચાવલા ચોકમાં વરસાદી નાળાંમાં ગૌવંશ ખાબક્યો

ગાંધીધામ, તા. 21 : અહીંના ચાવલા ચોકમાં વરસાદી પાણીના નિકાલ માટે નાળાં બનાવવાની કામગીરી શરૂ કરાઇ હતી, પરંતુ મહિનાઓ વીતવા છતાં કામ પૂરું થયું નથી. જેને લીધે વારંવાર લોકોને-વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં ગૌવંશ નાળાંમાં પડી જતાં જીવદયાપ્રેમીઓમાં કચવાટની લાગણી પ્રસરી ગઇ હતી. મુખ્ય બજારમાં નવેમ્બર મહિનામાં વરસાદી નાળાંની કામગીરી શરૂ કરાઇ હતી, પરંતુ હજુ સુધી કામ પૂરું થયું નથી, તેમજ ચેમ્બર પણ ખુલ્લી મૂકી દેવાઈ હતી. જેમાં  કચરાનો નિકાલ કરાઇ રહ્યો છે. તો વળી દૈનિક ગૌવંશ, શ્વાન, નાનાં બાળકો અને વાહન પડી જવાના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. તેવામાં વધુ એક ગૌવંશ નાળાંમાં પડી જતાં ગંભીર ઈજાઓ થઈ હતી. ચાવલા ચોકમાં ચાલતું વરસાદી નાળાંનું કામ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલું છે. આ કામગીરીમાં ગુણવત્તાસભર સામગ્રીનો ઉપયોગ ન થતો હોવાની તેમજ કલ્વર્ટ બોક્ષનાં સ્થાને પાઇપ નાખવામાં આવ્યા હોવાની રાવ સ્થાનિક વેપારીઓ દ્વારા કરાઇ હતી, ત્યારે લાંબા સમયથી કામ ચાલતું હોવા છતાં ઠેકેદારનું પૂછાણું ન લેવાતાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd