મનોજ સોની દ્વારા : કોઠારા (તા.અબડાસા), તા.30
: અહીંના વાડી વિસ્તારમાં વસવાટ કરતાં હરિયાણા પંજાબના લોકો હરિયાણાની મીઠાઈનો આસ્વાદ
માણી શકે તે હેતુથી મીઠાઈના વેપારી દ્વારા વેંચાણ હેતુ હરિયાણાથી મીઠાઈ મંગાવીહોવાનું
જાણવા મળ્યું હતું. હાલ કપાસની સીઝન હોવાથી
ચુસિયા લોકો અહીં આવતા હોવાથી અને તેઓ દિવાળી પર્વ પર કોઠારામાં રહીને પણ હરિયાણાની
મીઠાઈનો સ્વાદ માણી શકે તે માટે મીઠાઈના વેપારી સુરેશભાઈ અગ્રવાલ 2000 કિલો મીઠાઈ હરિયાણાથી
લઈ આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેમાં ગુલાબજાંબુ, હલવો, રસગુલ્લા, પેઠા વિ. મીઠાઈનો
સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય વેપારી નીતીન ઠક્કર પણ ત્યાંથી મીઠાઈ લઈ આવ્યા હોવાનું
ઉમેર્યું હતું. કોઠારાની બજારમાં હરિયાણાની મીઠાઈ મળી રહેશે તેવું યાદીમાં જણાવાયું
હતું.