• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

મંત્રી ત્રિકમભાઈ છાંગાએ વાંચ્યા વગર જવાબ આપતાં અધ્યક્ષ શ્રી ચૌધરીના અભિનંદન

ભુજ, તા. 26 : આપણા ગુજરાત રાજ્યની વિધાનસભામાં એક મંત્રી, એક ધારાસભ્યની સાથે એક શિક્ષક બોલ્યા હતા. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કચ્છનું પ્રતિનિધિત્વ કરી રહેલા `કેળવણીકાર નેતા' ત્રિકમભાઈ છાંગાએ કાગળનો એક કટકો પણ હાથમાં રાખ્યા વિના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. પહેલી જ વાર ધારાસભ્ય તેમજ મંત્રી પણ બનેલા ઉચ્ચ ટેકનિકલ શિક્ષણમંત્રી ત્રિકમભાઈના વાંચ્યા વગર જવાબ આપવાના આત્મવિશ્વાસથી પ્રભાવિત થઈને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમને અભિનંદન આપ્યા હતા. માનનીય મંત્રીશ્રી આપ ખુદ સારી રીતે જવાબ આપો છો, અને વાંચ્યા સિવાય આપો છો. તમને અભિનંદન આપું છું. આજ આપણી પરંપરા છે, તેવું સ્પીકર શંકરભાઈએ જણાવ્યું હતું.  ભુજ શહેરના સ્વામિનારાયણ વિદ્યાલયમાં શિક્ષક અને પછી આચાર્ય તરીકે ફરજ બજાવી ચૂકેલા શ્રી છાંગા જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂકયા છે.  વિધાનસભા ગૃહમાં આવી રીતે અપાતા જવાબો પરથી પ્રતિનિધિ તેમજ તેની સાથોસાથ તેમના પ્રદેશનું કદ પણ નક્કી થતું હોય છે. સુરેશભાઈ મહેતા પણ ગૃહમાં બોલતા ત્યારે તેમની સાથોસાથ કચ્છની પણ નોંધ લેવાતી.  

Panchang

dd