• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

મહિલાઓને સ્વાવલંબી બનવાની યોજનાઓનો મહત્તમ લાભ લો

નખત્રાણા, તા. 26 : દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પનું નખત્રાણા તા.પં.ના સભાખંડમાં આયોજન કરાયું હતું, જેમાં તાલુકાના 20 સખી મંડળને રૂા. 38 લાખની લોન સહાયના ચેક અર્પણ કરાયા હતા. તા.પં.ના પ્રમુખ જયસુખભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનો આરંભ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ દીપ પ્રાગટય કરી કરાવ્યો હતો. શ્રી જાડેજાએ ઉદ્બોધનમાં કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાં સરકારી બેંકો નથી તેવા વિસ્તારમાં મહિલાઓને પગભર કરવા સરકારી લોન સહાય સ્થાનિકે મળી શકે તે માટે આવા કેમ્પનું આયોજન કરાય છે. તા.પં. પ્રમુખ જયસુખભાઇ પટેલે માહિતી આપતાં જણાવ્યું કે, જિલ્લામાં ચાર બેંક સખીની નિમણૂક કરવામાં આવે છે, પૈકી નખત્રાણા તાલુકામાં ત્રણ બેંક સખીની નિમણૂક કરાશે. રવાપર-નિરોણા અને ખોંભડી ગામોમાં નિમણૂકથી સ્થાનિક ગામે સખી મંડળને સરકારી બેંકેબલ યોજનાનો લાભ મળી રહેશે. દીક્ષિત ઠક્કરે મહિલાઓ ગૃહ ઉદ્યોગનાં માધ્યમથી આર્થિક રીતે પગભર થવાની વિવિધ સરકારી યોજનાથી અવગત કર્યા હતા. આરોગ્ય સમિતિના ચેરમેન કરશનજી જાડેજા, હરિસિંહ રાઠોડ, જિતેન્દ્રસિંહ જાડેજા, ઘનશ્યામ ગરવા, ભાવિન સેંઘાણી, ઇશ્વર માજીરાણા, કુલદીપસિંહ જાડેજા, હાર્દિક આચાર્ય, સોનલબા જાડેજા, ગોમતીબેન ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. રાજેશ ગરવા, દિવ્યા ગોસ્વામીએ જહેત ઊઠાવી હતી. સંચાલન-આભારવિધિ ઘનશ્યામ ગરવાએ કર્યા હતા.

Youtube Live

Budget 2024 LIVE

Panchang