• બુધવાર, 22 મે, 2024

સંસ્થાના પારદર્શક વહીવટના ચિતાર સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઇ

વિથોણ (તા. નખત્રાણા), તા. 20 : ઉમિયા માતાજી મંદિર વાંઢાય ખાતે સંસ્થાની સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા થઇ હતી. ઉમિયા માતાજી મંદિર ઇશ્વર રામજી ટ્રસ્ટની વાર્ષિક સામાન્ય સભા પ્રમુખ હંસરાજભાઇ ધોળુના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં હિસાબોનું વાંચન-બહાલી, સંસ્થાના પારદર્શક વહીવટનો ચિતાર સભાસદો સમક્ષ વાંચવામાં આવ્યો હતો, જેને ધ્વનિ મતે બહાલી અપાઇ હતી. વર્તમાન કારોબારી ટીમની સમયમર્યાદા પૂર્ણ થવાથી નવી કારોબારી રચવા પંચોની નિમણૂક કરાઇ હતી. પંચો દ્વારા નવી ટીમની જાહેરાત કરાઇ હતી. આ સભામાં ભારતભરમાંથી સંસ્થાના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નવા હોદ્દેદારોમાં પ્રમુખ હંસરાજભાઇ ધોળુને ફરીથી પ્રમુખ બનાવાયા હતા. ઉ.પ્ર. ડો. પ્રેમજીભાઇ ગોગારી, ઇશ્વરભાઇ માવાણી, મહામંત્રી બાબુભાઇ ચોપડા (જિયાપર), મંત્રી ઇશ્વરભાઇ ભાવાણી, રમેશભાઇ પોકાર, પ્રવીણ ધોળુ અને ખજાનચી તરીકે ગંગારામભાઇ ચૌહાણની પુન: વરણી કરાઇ હતી. આ સભામાં કેન્દ્રીય સમાજના પ્રમુખ, સંસ્કારધામના પ્રમુખ, ઝોન સમાજના પ્રમુખ, મહિલા સંઘ અને યુવા સંઘના હોદ્દેદારો, સંસ્થાનના કારોબારી સભ્યો વિ. ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang