• સોમવાર, 29 એપ્રિલ, 2024

રામાણિયામાં છ દિવસથી પીવાનું પાણી ન મળતાં લોકો પરેશાન

માતાના મઢ, તા. 15 : લખપત તા.ના રામાણિયા ગામે છેલ્લા દિવસથી પીવાનું પાણી મળતાં લોકો પરેશાન થયા છે. પાણી પુરવઠા બોર્ડને અનેક રજૂઆતો કરતાં સમસ્યાનું સમાધાન થતાં આજે ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયતના સભ્ય દ્વારા દયાપર મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. તાલુકા પંચાયત લખપતાનાં કારોબારી ચેરમેન ભચીબેન ખેંગારભાઇ રબારીએ મામલતદાર દયાપરને પત્ર લખી જણાવ્યું હતું કે, રામાણિયા ગામે છેલ્લા ઘણા દિવસોથી પીવાનું પાણી મળતાં વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે. પા.પુ. બોર્ડ દયાપર તથા નલિયાના અધિકારીને અનેક વખત રજૂઆતો છતાં પ્રશ્ન નથી ઉકેલાયો. ગામનાં લોકોને હિજરત કરવી પડશે તેવી સ્થિતિ સર્જાઇ છે. વધુમાં પત્રમાં જણાવાયું કે લોકશાહીનું પર્વ ચૂંટણી આવી રહી છે. લોકો હિજરત કરી જશે તો તેઓ મતદાનથી વંચિત રહી જશે. રામાણિયા ગામનાં અગ્રણી મૂળજીભાઇ રબારીએ જણાવ્યું હતું કે, અહીં માનવ વસવાટ સાથે 600 જેટલું પશુધન છે. આજુબાજુનાં તળાવોમાં તળિયે કીચડ જેવું પાણી બચ્યું છે. પાણી પુરવઠાનું પાણી મળતાં અવાડાઓ ખાલીખમ પડયા છે. પશુધન પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યું છે. પશુધનને પોતાની પ્યાસ બુઝાવા આવવા-જવાના 10 કિલોમીટરનો પંથ કાપવો પડે છે. આવી વિકટ પરિસ્થિતિ અહીં સર્જાઇ છે, તેઓએ પણ મામલતદારને પત્ર પાઠવી પીવાનું પાણી તત્કાલ આપવા માંગ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang