• મંગળવાર, 30 એપ્રિલ, 2024

પરશુરામ ભગવાનની શોભાયાત્રામાં વધુ ને વધુ લોકોને જોડાવા આહ્વાન

ભુજ, તા. 15 : શાત્ર અને શત્રમાં પારંગત વીરયોદ્ધા ભગવાન પરશુરામના જન્મોત્સવની આગામી તા. 10/5, શુક્રવારના ઉજવણી કરાશે. માટે ભુજ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વિજયનગર ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ પ્રેરિત અને ભુજ તાલુકા યુવા પાંખ દ્વારા થનારી ઉજવણીના ભાગરૂપે એક જગ્યાએ આખાયે કાર્યક્રમનાં સંચાલન હેતુએ સમસ્ત બ્રહ્મસમાજના કચ્છ-સૌરાષ્ટ્રના ટ્રસ્ટી એચ.એલ. અજાણી (એડ.), પશ્ચિમ કચ્છના પ્રમુખ મનોજ જોશી, ભુજ તા.ના પ્રમુખ રાજેશ  ગોર, રાહુલ ગોર (ભાજપ), મહિલા મંડળના પ્રમુખ રીટાબેન ભટ્ટ, યુવા પાંખના પ્રમુખ અનિક જોશી, રવિભાઈ ત્રવાડી, વિપુલ મહેતા અને મનોજ કેવડિયા, રાહુલ ગોર (ઉપાધ્યક્ષ-ભાજપ) સહિતના અગ્રણીઓના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને કાર્યાલયનો પ્રારંભ કરાયો હતો. અવસરે ઉપસ્થિત અગ્રણીઓએ ભુજના પરશુરામ ભગવાનની નીકળનારી શોભાયાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય તેવા પ્રયત્નો અને ઉજવણીને પહોંચી વળવા વધુમાં વધુ આર્થિક યોગદાન અર્પણ કરે તેવી અપીલ કરી રહતી. અવસરે ઉપસ્થિતોએ દાનની સરવાણી વહેડાવી હતી. ભુજ, કુકમા, માધાપર, કેરા-સુખપર સહિતના વિસ્તારમાંથી બ્રહ્મસમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ચિન્મય ભટ્ટ, શાબ્દિક સ્વાગત-અનિક જોશી, જ્યારે વ્યવસ્થામાં યુવા પાંખની ટીમે જહેમત ઉઠાવી હતી. શાત્રી જયદીપ વ્યાસે શ્લોકનું પઠન કર્યું હતું. કાર્યાલયનાં મકાન માટે રાઘવ ભટ્ટનો સહયોગ સાંપડયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang