• મંગળવાર, 30 એપ્રિલ, 2024

આજથી કચ્છમાં ચૂંટણીનો ખરાખરી જંગ

ભુજ, તા. 15 : કચ્છ લોકસભાની બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કરી નાખ્યા છે અને પ્રચાર પણ શરૂ થઇ ચૂકયો છે, પરંતુ આવતીકાલથી સાચો ચૂંટણી જંગ ખેલાવવા જઇ રહ્યો છે કેમ કે બન્ને પક્ષના ઉમેદવારો ભાજપના વિનોદભાઇ ચાવડા અને કોંગ્રેસના નીતેશભાઇ લાલણ એક દિવસે પક્ષના પ્રદેશ અધ્યક્ષોની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવશે. તા. 16-4 મંગળવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચન્દ્રકાંત પાટિલની હાજરીમાં ભુજમાં લેવા પટેલ હોસ્પિટલ સામેના મેદાનમાં સવારે 10 વાગ્યે યોજાનારી સભા બાદ બપોરે 12-39 વાગ્યે કલેકટર કચેરીમાં શ્રી ચાવડા ફોર્મ રજૂ કરશે. પહેલાં ઉમેદવારનો ભુજમાં રોડ-શો પણ યોજાશે, બીજી બાજુ સવારે 10-30 વાગ્યે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શકિતસિંહ ગોહિલની હાજરીમાં આર.ટી.. રિલોકેશન સાઇટ ખાતે વીબીસી સમાજવાડીમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાશે. ત્યારબાદ શ્રી લાલણ પણ કલેકટર કચેરીએ બપોરે 12-39 વાગ્યે નામાંકન રજૂ કરશે. બન્ને સ્થળે બન્ને હરીફ પક્ષના પ્રદેશ કક્ષાના આગેવાનો હાજરી આપશે. હવે જ્યારે કાલથી કચ્છમાં ચુનાવી માહોલનો જંગ જામવાનો છે ત્યારે ભાજપ-કોંગ્રેસ બંને રાજકીય પક્ષના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવવાનો સમય 12.39 એટલે કે વિજય મુહૂર્ત મુકરર કર્યો છે ત્યારે વિજય મુહૂર્તનો સમય કયા ઉમેદવાર સાચવી શકે છે તે જોવાનું રહ્યું. વખતની પ્રથમ એવી ચૂંટણી છે કે ચૂંટણી તારીખ હજુ જાહેર થઇ હતી ને બંને પક્ષે પોતપોતાના ઉમેદવાર જાહેર કરી નાખ્યા હતા. સત્તાવાર રીતે 12મી એપ્રિલથી 19મી સુધી ફોર્મ ભરવાની મુદત ચૂંટણીપંચે આપી છે ત્યારે કાલે 16મીએ ફોર્મ રજૂ થયા બાદ કચ્છમાં પ્રચાર ઝુંબેશ પણ વેગવાન બની શકે, સાથેસાથે ચુનાવી રણશિંગું પણ ફૂંકાઇ શકે છે. વધુમાં સંભવત: બંને મુખ્ય હરીફ પક્ષના ઉમેદવાર ભાજપના શ્રી ચાવડા અને કોંગ્રેસના શ્રી લાલણ માટે પ્રદેશ અધ્યક્ષ આવી રહ્યા હોવાથી ભુજ રાજકીય આક્ષેપબાજીનું કેન્દ્ર પણ બનશે. ફોર્મ ભરવાની જાહેરાત વચ્ચે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને આખરીનામું આપવામાં આવ્યું છે અને પક્ષના પ્રદેશ અધ્યક્ષ પણ આવે છે ત્યારે કચ્છના ક્ષત્રિય સમાજ તરફથી કેવું વલણ દાખવવામાં આવશે તેના પર પણ મીટ મંડાઇ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang