• શનિવાર, 20 એપ્રિલ, 2024

ચૂંટણી પ્રક્રિયા અન્વયે નલિયામાં રિવ્યૂ બેઠકમાં માર્ગદર્શન અપાયું

નલિયા, તા. 2 : જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને રિવ્યૂ બેઠક અહીં યોજાઇ હતી. કચ્છ લોકસભા ચૂંટણી અંતર્ગત વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં આગામી ચૂંટણી અંતર્ગત કામગીરીની ચકાસણી તેમજ આગળની કામગીરી સંદર્ભે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ અધિક કલેક્ટર સહિત વિવિધ ટીમના જિલ્લા કક્ષાના નોડેલ અધિકારી તથા કર્મચારી બેઠકમાં જોડાયા હતા. ચૂંટણી અંતર્ગત આજદિન સુધી થયેલી કામગીરી તથા આગામી આયોજન સંદર્ભે વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang