નવી દિલ્હી, તા. 2 : વ્હોટ્સએપ
બાદ કેન્દ્ર સરકારે ગુરુવારે ટેલિગ્રામ અને સિગ્નલને પણ નોટિસ આપી હતી, જેમાં બંને પ્લેટફોર્મના યૂઝરનેમ ફીચર પર ગંભીર
સવાલ ઉઠાવાયા છે. ઓનલાઇન છેતરપિંડી, ફિશિંગ, સંબંધિત સાયબર અપરાધો સાથે જોડાયેલી વધી રહેલી ચિંતાઓને કેવી રીતે દૂર કરો
છો, તેવું સરકારે પૂછ્યું હતું. અહેવાલ અનુસાર આઇટી મંત્રાલયે
સવાલ કર્યો હતો કે, યૂઝરનેમ ફીચરને જાળવી રાખવાની છૂટ શા માટે
આપવી જોઇએ. આ નોટિસનો જવાબ મગાયો છે. દરમ્યાન, યુઝર્સની પ્રાઇવસી
અંગે સ્પષ્ટતા કરતાં વોટ્સએપે જણાવ્યું છે કે, એપ પર કોઈ અજાણી
વ્યક્તિનો ફોન નંબર સર્ચ નથી કરી શકાતો, તેવી જ રીતે કોઈનું યુઝરનેમ
પણ સર્ચ કરી શકાશે નહીં.