નવી દિલ્હી, તા. 25 : ભારત
પાકિસ્તાન જેવો દલાલ દેશ નથી. અમે કોઈ તરફથી મધ્યસ્થતા નથી કરતા તેવું
મહત્ત્વપૂર્ણ નિવેદન વિદેશમંત્રી એસ. જયશંકરે બુધવારે સર્વપક્ષીય બેઠક દરમ્યાન
કર્યું હતું. બે કલાક ચાલેલી બેઠકમાં કોંગ્રેસના નેતા તારિક અનવરે કહ્યું હતું કે, અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન
વચ્ચે યુદ્ધમાં પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યંy છે
જ્યારે ભારત મૂકદર્શક બની રહ્યું છે. તારિકની આ ટિપ્પણીની પ્રતિક્રિયા આપતાં
જયશંકરે જણાવ્યું હતું કે, ભારત આવી રીતે કોઈ તરફથી માથું મારતાં પાકિસ્તાન જેવો દલાલ દેશ નથી.
વિદેશમંત્રીએ કહ્યું હતું કે, પાકિસ્તાન 1981થી
આવું કરી રહ્યું છે. તેમાં કોઈ નવી વાત નથી. પરંતુ ભારત આવો દલાલ દેશ બની જ ન શકે.
દરમ્યાન, વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે શું વાત કરી, તેવો સવાલ પણ ઊઠાવાયો હતો. આ સવાલના જવાબમાં જયશંકર બોલ્યા હતા કે,
વડાપ્રધાન મોદીએ તો યુદ્ધ ખતમ થવું જોઈએ. કારણ કે તેનાથી બધાને
નુકસાન થઈ રહ્યું છે, તેવો સંદેશ ટ્રમ્પને આપ્યો હતો. ં
દરમ્યાન બેઠક બાદ વિપક્ષે કહ્યું હતું કે, યુદ્ધના મુદ્દા
સાથે જોડાયેલા સરકારના જવાબોથી અમે સંતુષ્ટ નથી.