• ગુરુવાર, 26 માર્ચ, 2026

પાનધ્રોની સીમમાંથી ખેતમજૂરની સગીર દીકરીનું અપહરણ

ભુજ, તા. 25 : લખપત તાલુકાના પાનધ્રોની સીમમાં વાડીમાં રહેતા પરપ્રાંતીય ખેત મજૂર પરિવારની સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે.  નારાયણ સરોવર પોલીસ મથકે, સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ પાનધ્રોની સીમમાં વાડીમાંથી ગત તા. 21/3ના રાત દરમ્યાન કોઈ અજાણ્યો ઈસમ તેની 14 વર્ષ ત્રણ માસની સગીર દીકરીનું તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો છે, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Panchang

dd