• ગુરુવાર, 26 માર્ચ, 2026

કેકેઆર ટીમે રસેલનાં સન્માનમાં જર્સી નંબર 12 રિટાયર કરી

કોલકાતા, તા. 2પ : કોલકાતા નાઇટ રાઇડર્સે ટીમના પૂર્વ કેરેબિયન ઓલરાઉન્ડર આંદ્રે રસેલનાં સન્માનમાં જર્સી નંબર 12ને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે. આંદ્રે રસેલે 2014થી 202પ સુધી કેકેઆર ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રસેલે આઇપીએલમાં કુલ મળીને 140 મેચમાંથી 133 મેચ કેકેઆર ટીમ તરફથી રમી હતી. પાછલા નવેમ્બરમાં તેણે આઇપીએલમાંથી નિવૃત્તિ લીધી હતી. તે હવે કેકેઆર ટીમનો પાવર કોચ બન્યો છે. 2014 અને 2024માં કેકેઆર ટીમ ચેમ્પિયન બની ત્યારે રસેલ ટીમનો હિસ્સો હતો. તેના નામે 140 આઇપીએલ મેચમાં 174.17ની જોરદાર સ્ટ્રાઇક રેટથી 261 રન છે અને 123 વિકેટ છે.

Panchang

dd