ગાંધીધામ, તા. 25 : અંજારના
વરસાણા સ્થિત કંપનીમાં વીજશોક લાગતા કરણ ભુવન મુનિયા (ઉ.વ. 22)એ જીવ
ખોયો હતો. તેમજ ભચાઉના જંગીમાં યુનુસ ઉમર રાયમા (ઉ.વ. 27)એ
ગળેફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા. રાપરના સઈ ગામમાં દીકરીના મૃત્યુના આઘાતને
પગલે કુમકુમબેન સંજય લુહાર (ઉ.વ. 25)એ ફાંસો ખાઈ પોતાનું જીવન
ટૂંકાવી દીધું હતું. તથા રતનાલમાં હંસાબેન નારણ મહેશ્વરી (ઉ.વ. 35)એ
ગળેફાંસો ખાઈ દમ તોડયો હતો. જ્યારે ભુજના હમીસર તળાવમાંથી અજાણ્યા વૃદ્ધની લાશ મળી
હતી. તેમજ નખત્રાણાના ધામાયના 28 વર્ષીય યુવાન સમરથસિંહ ભીમસિંહ
સોઢાએ દવા પી જીવ દીધો હતો.
વરસાણા સ્થિત ઈસ્પાર્ક કંપનીમાં
ગઈકાલે રાત્રે 8 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. કપંનીમાં બ્રેક પડતા કામ
કરનાર શ્રમિક કરણ મુનિયા કોઈ કારણે વીજરૂમમાં જતાં તેને વીજ શોક લાગ્યો હતો. જેમાં
તેનું મોત નીપજ્યું હતું. બીજીબાજુ જંગીમાં રહેનાર યુનુસ રાયમા નામના યુવાને ગઈકાલે
સાંજે અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાન પોતાના ઘરે હતો દરમ્યાન કોઈ અગમ્ય
કારણોસર તેણે ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો.
વધુ એક બનાવ સઈ ગામમા ભચાઉ
પુરામાં બન્યો હતો. કુમકુમ નામની યુવતીએ ચાર વર્ષ અગાઉ સંજય લુહાર સાથે લગ્ન કર્યા
હતા. તેમના દામ્પત્ય જીવનમાં બે સંતાન થયા હતા. થોડા દિવસ અગાઉ 13 મહિનાની
બાળકીનું કોઈ કારણે મૃત્યું થયું હતં. જેનો આઘાત આ માતાને લાગ્યો હતો. દરમ્યાન આ
મહિલાએ પોતાના ઘરે ફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા. આ મહિલાની માનસિકની દવા ચાલુ
હોવાનું પોલીસ મથકે કરાયેલ નોંધમાં જણાવાયું હતું. વધુ એક બનાવ રતનાલમાં ગઈકાલે
બપોરે બન્યો હતો. અહીં રહેનાર હંસાબેન નામના મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો
ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ અંગે આગળની તપાસ પોલીસ ઁહાથ ધરી છે.
બીજીતફર આજે સાંજે ભુજના હમીરસર
તળાવમાંથી અજાણ્યા વૃદ્ધની લાશ મળી હતી. હમીસરસમાં લાશ દેખાતા ભુજ ફાયર ટીમને જાણ
કરાતા ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. ડૂબેલા વૃદ્ધની લાશે બહાર કાઢી હતી. એ-ડિવિઝન
પોલીસનો સંપકૃ કરાતા પોલીસે છાનબીન આદરી છે. અજાણ્યા શખ્સની ઓળખ જાણવા ઉપરાંત આ
બનાવ અકસ્માતનો છે કે આપઘાતો તે અંગે પ તપાસ ચાલી
રહી છે.
આ ઉપરાંત ગઈકાલે નખત્રાણા-જીંજાય-ધામાય
માર્ગે ધામાયના સમરથસિંહ સોઢાએ કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આથી તેને
સારવાર અર્થે નખત્રાણાની સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર કારગત ન
નીવડતા તેણે દમ તોડી દીધો હતો. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ
આદરી છે.