• ગુરુવાર, 26 માર્ચ, 2026

વર્કલોડ મેનેજમેન્ટ માટે બુમરાહ બેંગ્લુરુ સ્થિત સેન્ટર પહોંચ્યો

મુંબઈ, તા. 2પ : ટીમ ઇન્ડિયાનો સ્ટ્રાઇક બોલર જસપ્રિત બુમરાહ વર્કલોડ મેનેજમેન્ટ માટે બીસીસીઆઇના બેંગ્લુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સિલેન્સ પહોંચ્યો છે. બુમરાહ હાલ ત્યાં પોતાની સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ પર કામ કરી રહ્યો છે. આથી તે હાલ મુંબઈ ઇન્ડિયન્સના કેમ્પમાં જોડાયો નથી. આથી બુમરાહ આઇપીએલના પ્રારંભે ઉપલબ્ધ રહેશે કે નહીં તેના પર સવાલ સર્જાયા છે. અહેવાલ અનુસાર બીસીસીઆઇ મેડિકલ ટીમ જુલાઇમાં ટીમ ઇન્ડિયાના ઇંગ્લેન્ડ પ્રવાસને ધ્યાનમાં રાખીને બુમરાહનો વર્કલોડ પ્લાન બનાવી રહી છે. ઈંગ્લેન્ડ સામે પ ટી-20 અને 3 વન-ડે મેચ રમવાની છે. આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમની પહેલી મેચ 29 માર્ચે કેકેઆર સામે છે. આ મેચ અગાઉ બુમરાહ એમઆઇ ટીમ સાથે લગભગ જોડશે તેવા સમાચાર છે.

Panchang

dd