• ગુરુવાર, 26 માર્ચ, 2026

પ્રજાને કનડતા પ્રશ્નોના વેળાસર નિકાલની તાકીદ

નખત્રાણા, તા. 25 : અહીંની પ્રાંત અધિકારી કચેરીના સભાખંડમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ બેઠક મામલતદાર રાકેશ પટેલની અધ્યક્ષતામાં મળી હતી જેમાં 11 જેટલા પ્રશ્નો રજૂ થયા હતા. પાંચ પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરાયો હતો. બાકીના પ્રશ્નોના નિવારણ માટે તાકીદ કરાઇ હતી. નેત્રા (માતાજી) ગામના અરજદાર ગુંસાઇ વિનોદગર લાલગરે ગ્રામ પંચાયત દફતરે આકરણી રજિસ્ટ્રારમાં ખોટી રીતે ચડાવવામાં આવેલી મિલકતો અંગે રજૂઆત કરી હતી. કાદિયા નાના ગામના તળાવમાં ઊભો કરાયેલ ટાવર અડચણરૂપ હોઇ કંપની સામે કાયદેસર કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ હતી. જડોદરથી કોટડા રસ્તાનું નવનીકરણ કામ પૂરું કરવા ગોહીલ મોહનલાલ વસ્તાએ રજૂઆત કરી હતી. કોટડા (જ.) ગામે દબાણ અને નખત્રાણા શહેર પાંચાણી નગરમાં પીવાના પાણીની સમસ્યા અંગે પ્રિયા નાકરે ફરિયાદ કરી હતી. અધ્યક્ષસ્થાનેથી મામલતદાર રાકેશ પટેલએ પ્રશ્નોનું સ્પર્શતા અધિકારીઓ તથા તલાટીઓને નિવારણ કરવા તાકીદ કરી હતી. સંચાલન શિવજીભાઈ પાયણે કર્યું હતું. નગરપાલિકાના જયંત લીંબાચિયા, તા.પં.ના આર.સી. સોની, આર. એન્ડ ડી.ના ડી.એમ. શ્રી સાંજા હાજર રહ્યા હતા.

Panchang

dd