• ગુરુવાર, 26 માર્ચ, 2026

ગાંધીધામમાં જર્જરિત ઈમારત તોડવાનું કામ શરૂ

ગાંધીધામ, તા. 25 : ગાંધીધામની ચાર જર્જરિત ઇમારતોને નોટિસો આપ્યા પછી ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ થઈ હતી તે પૈકીની ત્રણ બિલ્ડિંગને ખાલી કરાવી ને એક બિલ્ડિંગને તોડવાનું કામ પણ શરૂ થઈ ગયું છે, તો બીજી તરફ શહેરની મધ્યમાં આવેલી અને મહાત્મા ગાંધીનાં નામ સાથે જોડાયેલી ગાંધી માર્કેટનું નવીનીકરણ કરવાનું છે એટલે ખાલી કરવી જરૂરી છે. વેપારીઓ અને મહાનગરપાલિકા પ્રશાસન વચ્ચે બેઠક થઈ હતી, ચર્ચાઓ બાદ વેપારીઓએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હોવાનું જાણવા શહેરના ભાઈપ્રતાપ પાસે આવેલી જર્જરિત ઇમારતમાં કાર્યરત દુકાનોને ગઈકાલે બંધ કરાવ્યા પછી આજે સંપૂર્ણપણે ખાલી કરાવવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ પહોંચ્યા હતા અને ઇમારત ખાલી કરાવવામાં આવી છે, હવે સીલ મારવા સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તે વચ્ચે તોડવાની પણ કામગીરી શરૂ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત મહાનગરપાલિકા પાસે આવેલી તેમજ ઇફકોની સામેની દુકાનો ખાલી કરાવી નાખવામાં આવી છે. ગુરુકુળ વિસ્તારમાં આવેલી ઈમારત ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે, હાલના સમયે વરસાદ પહેલાં જર્જરિત ઈમારતોને તોડી પાડવા માટેની કાર્યવાહી થઈ રહી છે અને તેમાં આજે અધિકારીઓ ભાઈપ્રતાપ સર્કલ પાસેની ઈમારતને સંપૂર્ણ ખાલી કરાવવા માટે પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ ગાંધી માર્કેટ પણ અત્યંત જર્જરિત અવસ્થામાં છે, લગભગ ત્રણ વર્ષથી તો આ ઈમારત બાબતે અનેક વખત ચર્ચા થઈ છે, પરંતુ તત્કાલીન સમયની નગરપાલિકાએ કોઈ પગલાં ભર્યાં નથી, જેના કારણે અહીં જોખમ યથાવત  છે. માર્કેટનું નવીનીકરણ કરવાનું નક્કી કર્યું છેઘ તેના માટે ગાંધી માર્કેટ ખાલી કરવી જરૂરી છે મહાનગરપાલિકા અને વેપારીઓ વચ્ચે બેઠક થઈ હતી અને તેમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી આવી હતી. વેપારીઓએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છેઘ થોડા સમયમાં ગાંધી માર્કેટ બાબતે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે. અહીં માર્કેટને તોડીને નવી માર્કેટ બનાવવાનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે.

Panchang

dd