• ગુરુવાર, 26 માર્ચ, 2026

નવીન વિચારો સાથે આગળ વધાવાની અનેક તકો

ગાંધીધામ, તા. 25 : અહીંની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની મહિલા પાંખ તથા ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એઁન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સીલ તથા ડો. જૈમિન વસાની - એમ.એસ.એમ.ઈ. ચેરના સંયુક્ત ઉપક્રમે હર સ્ટાર્ટ રોડ શો અને એમ.એસ.એમ.ઈ. એમ્પાવરિંગ વુમન એન્ટરપ્રિન્યોર્સ વિષય ઉપર સેમિનાર યોજાયો હતો, જેમાં મહિલા ઉદ્યોગસાહસિકતાઓને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે, મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવી દેશની પ્રગતિમાં સહભાગી બનાવાનો  પ્રયાસ કરાયો છે. ચેમ્બર હંમેશાં ઉદ્યોગ, વેપાર અને સમાજના સર્વાગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. વુમન્સ વિંગની સ્થાપના સાથે મહિલાઓને તાલીમ, માર્ગદર્શન અને વ્યવસાયિક તકો ઉપલબ્ધ થઈ રહી છે. ચેમ્બના મંત્રી મહેશ તીથાર્ણીએ કહ્યંy હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ, સબસીડી અને ગ્રાન્ટ ઉપલબ્ધ છે. મહિલાઓ માટે નવા અવસર ઊભા કરવા માટે ચેમ્બર સતત પ્રયત્નશીલ છે. હર સ્ટાર્ટ કાર્યક્રમ થકી મહિલાઓને પોતાનાં સ્વપ્ન સાકાર કરવા માટે માધ્યમ મળશે. ડો. જેમિન વસાની- એમ.એસ.એમ.ઈ.ચેરના પ્રતિનિધિ મયંક મહેતાએ જણાવ્યું હતું કે, કોઈ પણ વિચાર નબળો નથી હોતો, પરંતુ તેને અમલમાં મુકવાની હિંમત જરૂરી છે. મુખ્ય વક્તા સંયમ છાજોડે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, સારા આઈડિયાની કોઈ મર્યાદા નથી હોતી. વધુમાં તેમણે મહિલાઓને સમસ્યાની ઓળખ, તેનો ઉકેલ, યોગ્ય માર્કાટિંગ, ફાઈનાન્સ મેનેજમેન્ટ, ટીમ બિલ્ડિંગ અને ડોક્યુમેન્ટેશન જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. આ વેળાએ તેમણે કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા મળતાં પ્રોત્સાહનો અંગે માહિતી આપી હતી. ન્યૂટી કાસ્ટલની શ્રુતિ મહાગાઓન્કરે પોતાના નવીન વેપારની વિગતો આપી હતી. ઉજાસ મહિલા મંડળનાં ગીતાબેન રબારીએ કચ્છના હેન્ડિક્રાફ્ટ અને કૃષિ ઉત્પાદન ક્ષેત્રે મહિલાઓ દ્વારા કરવામાં આવતાં કાર્યની માહિતી આવાં કાર્યો સ્થાનિક સ્તરે વધુ પ્રોત્સાહન આપવા તેમણે ભાર મુક્યો હતો. કાર્યક્રમમાં ચેમ્બર ખજાનચી કૈલેશ ગોર, કારોબારી સભ્ય હરીશ માહેશ્વરી, રાજીવ ચાવલા, જગદીશ પટેલ, ચેમ્બર વુમેન્સ વિંગના નીલમ તીર્થાણી, પ્રીતિ મુનશિયાણી, ચાઈલ્ડ ડેન્ટીસ્ટ ડો. કૃપા ટેવાણી, ડીપીએ,ના આસી. એન્જિનીયર આરતી નિહલાણી, અક્ઝિક્યૂટિવ સીએસઆરના જયશ્રી મહેશ્વરી, રીના રોશિયા, અંજાર કોમ્યુનિટી સેન્ટરના નયનાબેન ભટ્ટ, ડ્રેસ ડિઝાઈનર માયા ખત્રી, સ્પોર્ટ્સ સ્ટેટિગ કોચ શ્રેયા મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

મહિલા ઉદ્યોગસાહસિકો માટે ચેમ્બરમાં સહાયતા કેન્દ્ર કાર્યરત

મહિલા પાંખના કન્વીનર રાખી ન્હાટા અને કો-કન્વીનર મમતા આહુજાએ જણાવ્યું હતું કેમહિલાઓ માટે માત્ર પરંપરાગત વ્યવસાય પુરતા નથી. નવીન વિચારો દ્વારા આગળ વધવાની મોટી તકો ઉપલબ્ધ છે. કલાઉડ કિચન, ફેશન ડિઝાઈનિંગ, કચ્છી હેન્ડલુમ અને હેન્ડીક્રાફટના ગ્લોબલ માર્કેટિંગ, ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશન, હોમ બેન્ઝ બ્રાન્ડિંગ અને ઈ કોમર્સ માધ્યમો દ્વારા તમામ ઉત્પાદનોને દેશ-વિદેશમાં પહોંચાડવાના પ્રયાસ જેવી નવી દિશાઓમાં મહિલાઓ આગળ વધી શકશે. ચેમ્બર સાહસિક મહિલાઓને ઓનલાઈન અને ઓફલાઈન માર્ગદર્શન, ડોકયુમેન્ટેશન સપોર્ટ સહિતની મદદ માટે વિશેષ સહાયતા કેન્દ્ર કાર્યરત કરાયુ છે.

Panchang

dd