ભુજ, તા. 25 : સૌરાષ્ટ્રની
અન્ડર-17 વુમન્સ ક્રિકેટ ટીમમાં કચ્છ ક્રિકેટ એસોસીએશન (ભુજ)ની ખેલાડી
સ્મિતિ ડાયાણીની પસંદગી થઈ છે. રાજકોટના ખંડેરી ઈન્ટરનેશનલ ગ્રાઉન્ડ પર સિલેક્શન
હતું, જેમાં
સ્મિતિ પસંદ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, તે ભુજની રોયલ ક્રિકેટ
એકેડેમીમાં કોચિંગ મેળવે છે. કે.સી.એ.ના બહાદુરસિંહ જાડેજા, અતુલ
મહેતા, રાજેન્દ્રસિંહ જાડેજા, નવલસિંહ
જાડેજા, મહિપતસિંહ રાઠોડ, અશોક મહેતા,
રોયલ એકેડમીના હેડ કોચ કુલદીપસિંહ જાડેજા, દીપભાઈ,
રવિરાજસિંહે તેને બિરદાવી હતી.