• ગુરુવાર, 26 માર્ચ, 2026

રાંધણગેસ પાઈપલાઈનથી લેવો ફરજિયાત

નવી દિલ્હી, તા. 25 : ઘરની પાસે ગેસ પાઈપલાઈન આવી ગઈ છે અને પાઈપલાઈનથી ગેસ (પીએનજી)નું જોડાણ નથી લીધું તો આગામી ત્રણ મહિનામાં રાંધણગેસ (એલપીજી) સિલિન્ડર બંધ કરી દેવાશે, તેવો આદેશ દેશની સરકારે `મહાયુદ્ધ પ્રેરિત' સંકટ હળવું કરવા માટે આપ્યો છે. કેન્દ્ર સરકારના આ નવા `પ્રાકૃતિક ગેસ તેમજ પેટ્રોલિયમ પેદાશ વિતરણ આદેશ 2026' હેઠળ હવેથી પાઈપલાઈન મારફતે ગેસ (પીએનજી)નું જોડાણ લેવું ફરજિયાત બની જશે. જો કે, પહેલાં નોટિસ અપાશે અને તેમ છતાં લોકો પીએનજી જોડાણ નહીં મેળવે તો 90 દિવસ બાદ તેવા પરિવારોને એલપીજી સિલિન્ડર આપવા પર રોક મૂકી દેવાશે. નવા નિયમ હેઠળ સોસાયટીઓએ પીએનજી જોડાણ માટે ત્રણ દિવસમાં જ મંજૂરી આપવી પડશે, ઘણીવાર હાઉસિંગ સોસાયટીઓના વિરોધનાં કારણે કામ અટકી પડે છે, પણ હવે તેમ નહીં ચાલે. સોસાયટીઓ મંજૂરીની ના પાડશે અથવા મોડું કરશે તો તેવી સોસાયટીઓમાં તમામ ઘરોને એલપીજી બાટલા પર રોક મૂકી દેવાશે. પાઈપ પાથરવા માટે હવે સરકારી વિભાગો ફાઈલો અટકાવી નહીં શકે, નાના નેટવર્ક માટે 10 દિવસ અને મોટી લાઈનો માટે 60 દિવસમાં મંજૂરી ફરજિયાત છે. નહીંતર, મંજૂરી મળી ગઈ છે તેમ માનીને કામ શરૂ કરી દેવાશે. એક ખાસ મહત્ત્વના નિર્દેશ મુજબ ગેસ માટેની પાઈપલાઈન કોઈની અંગત માલિકીની જમીનમાંથી પસાર થતી હશે તો જમીનના ધંધાદારી ભાવનો 30 ટકા હિસ્સો જમીનમાલિકને વળતરરૂપે આપી દેવાશે. તેના માટે વર્ષો સુધી કેસ નહીં ચાલે. જમીનમાલિક પીએનજી જોડાણની અરજી મળ્યાના 24 કલાકમાં મંજૂરી આપી દેશે તો  તેને બમણું એટલે કે 60 ટકા વળતર મશળેજો માલિક મંજૂરી નહીં  આપે તો કલેક્ટર કે અન્ય અધિકારી ફેંસલા લેશે. યુદ્ધ લાંબુ ચાલે અને સંકટ વધુ ભીષણ બને ત્યારે રાંધણગેસની અછત ન થાય, તેવા હેતુ સાથે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે. દેશમાં એવા ઘણા ઘર છે, જ્યાં પીએનજી અને એલપીજી બન્ને જોડાણ છે. સરકારે વારંવાર એલર્ટ મેસેજ મોકલાવ્યા હોવા છતાં ઘણા લોકોએ એલપીજી જોડાણ પાછાં નથી સોંપ્યાં. હવે સરકાર આવા ઘરોનાં જોડાણ જાતે કાપી નાખશે.

Panchang

dd